Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેનેડાએ 5 મહિના પછી ભારતથી સીધી ફ્લાઇટ્સ શરૂ કરી :ત્રીજા દેશના ટ્રાન્ઝિટ ઓપ્શનની આવશ્યકતા નહી

Share

આખરે પાંચ મહિના પછી ભારત અને કેનેડા વચ્ચે ડાઇરેક્ટ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત થઈ છે. કેનેડાએ નવા પ્રોટોકોલ સાથે દિલ્હી-ટોરોન્ટો નોનસ્ટોપ ફ્લાઈટ્સ ફરી શરૂ કરી દીધી છે, જેમાં WHO દ્વારા અપ્રૂવ્ડ રસી પ્રાપ્ત મુસાફરોએ આરટી-પીસીઆર અથવા રેપિડ પીસીઆર ટેસ્ટ પેસેન્જરે કોવિડ-19 ટેસ્ટિંગ સેન્ટર અને દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-3ની લોન્જથી પોતાની ફ્લાઈટ્સમાં બેસતી વખતે કરાવવાનો રહેશે.

હવે જ્યારે એર કેનેડાએ નવી ટ્રાવેલ રિક્વાયર્મેન્ટ રજૂ કરી છે એમાં ભારતથી કેનેડા આવવામાં ત્રીજા દેશના ટ્રાન્ઝિટ ઓપ્શનની આવશ્યકતા રહેશે નહીં. એર કેનેડાની સાઈટ પર લખ્યું છે, “કૃપયા, નોંધ લેશો કે એર કેનેડા માટેની ભારતથી કેનેડા આવતી ફ્લાઈટમાં બેસતી વખતની રિક્વાયર્મેન્ટ્સ બદલવામાં આવી છે. હવે આરટી-પીસીઆર ટેસ્ટને કોવિડ-19 ટેસ્ટ્સ તરીકે સ્વીકાર્ય ગણવામાં આવશે.

Advertisement

”જેમાં આગળ લખ્યું છે, “દિલ્હીથી આવતી ફ્લાઈટ્સમાં આવનારા પેસેન્જર્સે મુસાફરી શરૂ કરતાં પહેલાં જ તેમના આરટી-પીસીઆર ટેસ્ટ બુક કરાવી લેવાના રહેશે. મુસાફરો સમયસર તેમના ટેસ્ટ રિપોર્ટ્સ સમયસર મેળવી લે એ માટે અમે ભલામણ કરીએ છીએ કે ફ્લાઈટ ઊપડે એના છ કલાકથી મોડું નહીં એ રીતે અગાઉથી જ અપોઈન્ટમેન્ટ બુક કરાવી લેવાની રહેશે.

એર કેનેડાએ પોતાની સાઈટ પર ‘ટેસ્ટિંગ રિક્વાયરમેન્ટ્સ ફોર ફ્લાઈટ્સ ફ્રોમ ઈન્ડિયા’ અંતર્ગત લખ્યું છે, “એર કેનેડા માટે આ સ્પેસિફિક ટેસ્ટ્સમાંથી કોઈ ટેસ્ટ જ સ્વીકાર્ય ગણાશે, ભારતમાંના કોઈ ક્લિનિકમાં કરાવેલા ટેસ્ટ, જો તમે અન્ય કોઈ શહેરથી કનેક્ટ થઈ રહ્યા હો તો પણ માન્ય ગણાશે નહીં. તેમ કેનેડા જવાની શિડ્યૂલ્ડ ડિપાર્ચર ફ્લાઈટ અગાઉ 14થી 180 દિવસની વચ્ચે પ્રમાણિત પોઝિટિવ પીસીઆર ટેસ્ટ રિઝલ્ટ પુરાવા તરીકે તમે મુસાફરી કરવાને યોગ્ય બની શકો છો.”
ત્રીજા દેશમાંથી નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટની આવશ્યક્તા હવે સમાપ્ત કરવામાં આવી છે. સીધી ફ્લાઈટ્સની સેવા ફરી શરૂ થવાની સાથે પ્રથમ ફ્લાઈટ AC 42 (ટોરોન્ટો-દિલ્હી) સોમવારે રાત્રે 9 વાગ્યા આસપાસ ગંતવ્યસ્થાને લેન્ડ થશે. એર ઈન્ડિયા દિલ્હી-વાનકુવર અને દિલ્હી-ટોરોન્ટો નોનસ્ટોપ ફ્લાઈટ્સ ટૂંક સમયમાં જ શરૂ કરશે.


Share

Related posts

અંકલેશ્વર આઈટીઆઈ માંથી પરીક્ષા દરમ્યાન મોબાઈલ ની ચોરી..

ProudOfGujarat

રાજપારડી પંથકમાં બહારથી આવેલ વ્યક્તિઓનાં પરિવારોને હોમ ક્વોરન્ટાઇન કરાયા.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વાગડિયા ગામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગ ઉપરથી દબાણ હટાવવાની કામગીરી કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!