ટોક્યો પેરાલિમ્પિકમાં શૂટિંગની રમતમાં ભારતીય શૂટર્સ ઉપર આજે સોના-ચાંદીનો વરસાદ થયો છે. શૂટર મનિષ નરવાલે ગોલ્ડ મેડલ જીત્યો છે તો સિંહરાજે સિલ્વર જીતી ઈતિહાસ રચી દીધો છે. પી-4 મિક્સ્ડ 50 મીટર પીસ્તલ એસએસ-1 ફાઈનલમાં મનિષ નરવાલે 218.2નો સ્કોર કરી પ્રથમ ક્રમ મેળવ્યો તો સિંહરાજ (216.7) બીજા ક્રમે રહ્યા છે. આ સાથે જ ઓલિમ્પિકમાં ભારતના મેડલની સંખ્યા 15 થઈ જવા પામી છે.
આ બન્ને પેરા શૂટર્સ ફરિદાબાદના રહેવાસી છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં સિંહરાજ 536 પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહ્યા હતા જ્યારે મનિષ નરવાલ 533 પોઈન્ટ મેળવી સાતમા ક્રમે રહ્યા હતા. 19 વર્ષીય મનિષ નરવાલે ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને ત્રીજો ગોલ્ડ અપાવ્યો છે. આ પહેલાં અવની લખેરાએ 10 મીટર એર રાયફલ અને સુમિત અંતિલે ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
બીજી બાજુ આ પેરાલિમ્પિકમાં ભારતના 39 વર્ષીય શૂટર્સ સિંહરાજે બીજો મેડલ મેળવ્યો છે. આ પહેલાં તેમણે 10 મીટર એર પીસ્તલ એસએચ-1માં બ્રોન્ઝ જીત્યો હતો. અવની લખેરા પાસે પણ બે મેડલ છે જેમાં એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ સામેલ છે. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતીય શૂટર્સે કમાલ કરી નાખ્યો છે. મનિષ નરવાલે ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે સિંહરાજે સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો. P4 મિક્સ્ડ 50 મીટર પિસ્તોલ એસએસ-1 ફાઈનલમાં મનિષ નરવાલે 218.2નો સ્કોર કરીને પ્રથમ સ્થાન મેળવ્યું. જ્યારે સિંહરાજ 216.7 અંક સાથે બીજા સ્થાન પર રહ્યા. ભારતના મેડલની સંખ્યા હવે 15 પર પહોંચી ગઈ છે.
આ બંને શૂટર્સ ફરીદાબાદના છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં સિંહરાજ 536 અંકો સાથે ચોથા સ્થાને રહ્યા હતા જ્યારે મનિષ નરવાલ 533 અંક પર સાતમા નંબર પર રહ્યા હતા. આ સાથે જ ટોક્યો પેરાલિમ્પિકમાં મનિષ નરવાલે ભારતને ત્રીજો ગોલ્ડ અપાવ્યો છે. આ અગાઉ અવની લાખેરાએ અને સુમિત અંતિલે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યા હતા. આ પેરાલિમ્પિકમાં 39 વર્ષના સિંહરાજે બીજો મેડલ મેળવ્યો. આ અગાઉ તેણે 10m Air Pistol SH1 માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. અવની લાખેરાએ પાસે પણ બે મેડલ છે. તેણે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.
હાલના ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 15 મેડલ જીતી લીધા છે. ભારતના ફાળે 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ આવ્યા છે. પેરાલિમ્પિકના ઈતિહાસમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ અગાઉ રિયો ઓલિમ્પિકમાં ભારતે 2 ગોલ્ડ સહિત 4 મેડલ મેળવ્યા હતા.