ભારતીય જૈવલિન થ્રોઅર નીરજ ચોપડા હવે ટોક્યો ઓલમ્પિકના જૈવલિન થ્રોઅર માં રમી રહ્યા છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજ પોતાન ગ્રુપમાં ટોપ પર રહ્યા હતા. ક્વોલિફિકેશનમાં નીરજે પોતાના પ્રથમ પ્રયત્નમાં 86.65 દૂર ભાલો ફેંક્યો હતો. જૈવલિન થ્રોઅર ની ફાઇનલમાં નીરજ ચોપડાની શાનદાર શરૂઆત રહી હતી. તેમણે પ્રથમ પ્રયાસમાં 87.03 અને બીજા પ્રયાસમાં 87.58 અને ત્રીજા પ્રયાસમાં 76.79 મીટર અંતર પાર પાડ્યું હતું. આ સાથે જ તેમણે પોતાના ક્વોલિફિકેશન રેકોર્ડ કરતાં વધુ દૂર ભાલો ફેંક્યો હતો. ખાસ વાત એ છે કે પ્રથમ પ્રયત્નમાં અત્યાર સુધી તેમના વધુ અંતર કોઇ પાર પાડી શક્યું નથી. નીરજ ચોપડા પાસે આખા દેશને આજે ગોલ્ડ મેડલ ની આશા હતી જેના પર તે ખરા ઉતર્યા છે. આમ એટલા માટે છે કારણ કે તેમણે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 86.65 દૂર ભાલો ફેંકી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. નીરજ ભારતને ટોક્યોમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીતાડવાનો દાવેદાર હતા.
ટોક્યો ઓલમ્પિકમાં ભારત અત્યાર 2 સિલ્વર અને 4 કાંસ્ય સહિત કુલ 6 મેડલ જીતી ચૂકી છે. ભારત તરફથી મીરાબાઇ ચાનૂ (વેટ લિફ્ટિંગ) અને રવિ દહિયા (કુશ્તી)એ સિલ્વર મેડલ જીત્યો છે. તો બીજી તરફ પીવી સિંધુ, બજરંગ પૂનિયા, લવલીના અને ભારતીય હોકી ટીમે ભારત માટે બ્રોન્જ જીત્યો છે.