Proud of Gujarat
FeaturedGujaratINDIA

ટોક્યો ઓલિમ્પિક્સ: પીવી સિંધુએ સેમિફાઇનલમાં મેળવ્યો પ્રવેશ: મેડલથી હવે એક જીત દૂર

Share

પીવી સિંધુએ આજે ​​ટોક્યો ઓલિમ્પિકનાં 8 માં દિવસે બેડમિંટન મહિલા ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીને 21-13, 22-20થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. સિંધુ-યામાગુચીની વચ્ચેનો આ જબરદસ્ત મુકાબલો 56 મિનિટ સુધી ચાલ્યો હતો. સિંધુએ આ મેચ જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તે મેડલથી હવે એક જીત દૂર છે.

જાપાનની અકાને યામાગુચી ભલે સિંધુની સામે તેનુ કદ નાનુ હોય પરંતુ તેણે ખૂબ જ ચપળતા અને ચતુરાઈથી શરૂઆત કરી હતી. સિંધુએ શરૂઆતમાં એટેક ટાળવાનો પ્રયાસ કર્યો હતો અને તેણે આ સમયગાળા દરમ્યાન માત્ર એક જ સ્મેશ કર્યો હતો. આ દરમ્યાન, યામાગુચી 6-4થી આગળ ચાલી રહી હતી. સિંધુએ અહીં ફરી વાપસી કરી અને પોતાની રમતમાં પરત આવીને સ્કોર 6-6 પર બરાબરી પર લાવી દીધો અને પછી 7-6ની લીડ પણ મેળવી લીધી હતી. હવે આ જ રીતે વિરોધી પર દબાણ લાવવાની જરૂર હતી. સિંધુએ અહીં શાનદાર રમત બતાવી હતી અને તેના સતત એટેકે યામાગુચીને વધુ તક આપી ન હોતી. જોકે, ટૂંકા વિરામ બાદ અકાને જબરદસ્ત સ્મેશ સાથે પોઈન્ટ મેળવ્યો હતો અને ફરી સિંધુએ પોઈન્ટ લઈને ખાતાની બરાબરી કરી હતી. પ્રથમ સેટમાં આ પ્રસંગે, એવી વર્લ્ડ ક્લાસ રેલીઓ જોવા મળી હતી કે સિંધુએ ફરીથી બતાવી દીધુ કે તેનુ સ્થાન કેવા ખેલાડીઓમાં આવે છે. તેણે અકાનેને સતત દબાણ હેઠળ રાખી હતી. તેણે 6-7ની સતત લીડ જાળવી રાખી હતી.

Advertisement

યામાગુચીએ પ્રથમ રમતનાં અંત સુધીમાં બે પોઇન્ટ બનાવ્યા હતા, જો કે સિંધુ 21-13થી રમતમાં પરત ફરી હતી. સિંધુએ બીજી રમતની શરૂઆત જબરદસ્ત સ્મેશથી કરી, જેના પર તેને અંક મળ્યા. જો કે, હુમલો કરતી વખતે અકાને પણ સ્કોર બરાબરી કરી દીધો હતો. આ સેટમાં, મુકાબલો ટાઈ થઇ ગયો હતો પરંતુ અકાને યામાગુચીએ મધ્યમાં એક ગેમ ગુમાવી દીધી હતી અને સિંધુએ તુરંત જ 4 પોઈન્ટની લીડ મેળવી લીધી હતી. યામાગુચીની નર્વસતા જોઈ શકાતી હતી. બીજા સેટમાં અડધા વિરામ પછી, સિંધુની સ્મેશમાં સતત વિવિધતા જોવા મળી હતી, જેનો ફાયદો પણ તેને મળ્યો.


Share

Related posts

ભરૂચમાં અશાંતધારાની સમય સીમા સમાપ્ત થતા દસ્તાવેજની નોંધણી કરવા આવેદન આપતા કોંગી આગેવાન સંદીપ માંગરોલા

ProudOfGujarat

રાજપીપળા : બોરિદ્રા ગામે 75 જ્યોતની આરતી અને તિરંગા યાત્રા સાથે ભારતમાતા વંદન દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

વૌઠા લોકમેળાના પ્રારંભે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ કઠપૂતળી દ્વારા આરોગ્ય સંદેશ આપ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!