Proud of Gujarat
FeaturedINDIASport

ટોક્યો ઓલોમ્પિકમાં ભારતનો પણ દબદબો : એક પછી એક મેચો જીતીને ભારતનું ગૌરવ વધાર્યું

Share

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલે પુરૂષ સિંગલ્સમાં પોર્ટુગલનાં ટિયાગો અપોલોનિયાને માત આપી હતી. શરત કમલે મેન્સ સિંગલ્સ મેચનો બીજો રાઉન્ડ જીત્યો છે. પ્રથમ રમતમાં 2-11ની હાર બાદ શરતે સતત ગેમ 2, ગેમ 3 જીતીને 2-1ની લીડ મેળવી શાનદાર વાપસી કરી હતી. ટિયાગોએ શરત સામે સખત પડકાર મૂક્યો હતો અને ગેમ 4 માં પરત ફરતા તેને ટાઇ કર્યુ હતુ. પરંતુ ગેમ 5 અને ગેમ 6 માં કમલે જીત મેળવીને મેચ 4-2થી જીતી લીધો હતો અને રાઉન્ડ 3 માં પ્રવેશ કર્યો હતો. તેઓએ મેચ 2-11, 11-8, 11-5, 9-11, 11-6 અને 11-9થી જીતી નોંધાવી હતી. શરત હવે ત્રીજા રાઉન્ડમાં ચીનનાં એમ.એ. લોન્ગનો સામનો કરશે. શરતની શરૂઆત સારી નહોતી રહી. ટિયાગોએ પ્રથમ રમતમાં સતત નવ પોઇન્ટ સરળતાથી બનાવીને પોતાનું નામ બનાવ્યું હતુ. શરતે જોકે બીજી ગેમમાં 5-0ની લીડ મેળવીને તેનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. ટિયાગોએ કમતની વચ્ચે વાપસી કરવાનો પ્રયાસ કર્યો પણ 39 વર્ષનાં શરત લીડ જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. આ દરમ્યાન ભારતીય ખેલાડીની ‘મૂવમેન્ટ’ સારી રહી. ત્રીજી ગેમમાં પણ શરતે 5-0ની લીડથી શરૂઆત કરી અને સરળતાથી રમત જીતી લીધી અને મેચમાં 2-1થી આગળ વધ્યો. શરત ચોથી રમતમાં પણ આગળ હતો પરંતુ ટિયાગોએ પહેલા સ્કોર 7-7થી બરાબરી કરી અને પછી ગેમ જીતી મેચને બરાબરી પર લાવી દીધી. ભારતીય ખેલાડીની પ્રારંભિક લીડ પછી, પાંચમી ગેમમાં પણ, સ્કોર એક સમયે 4-4 ની બરાબરીએ હતો.

ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતે પ્રથમ વખત તલવારબાજીમાં પ્રવેશ કર્યો છે અને તલવારબાજ ભવાની દેવીએ ઓલિમ્પિક રમતોમાં શાનદાર શરૂઆત કરી હતી અને પોતાની પહેલી મેચ એકપક્ષી રીતે જીતી હતી. તેણીએ વ્યક્તિગત સાબરે ઇવેન્ટમાં ટ્યુનીશિયાની નાદિયા બેન અઝીઝીને 15-3થી હરાવીને બીજા રાઉન્ડમાં (32 નાં રાઉન્ડમાં) પ્રવેશ કર્યો હતો. તેના બીજા રાઉન્ડની આ મેચ પણ આજે રમાશે. ઓલિમ્પિક્સનાં ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ભારતીય ખેલાડીએ મેચમાં જીત નોંધાવી છે. આ પહેલીવાર છે જ્યારે ભારતનો કોઈ ખેલાડી તલવારબાજીમાં ઓલિમ્પિકમાં પ્રતિનિધિત્વ કરી રહેલ છે. ભવાની દેવીએ ઓલિમ્પિક્સનાં ઇતિહાસમાં પ્રથમ વખત મેચ જીતીને ઈતિહાસ રચ્યો છે. 27 વર્ષની ભવાની દેવીએ તેની પ્રથમ મેચમાં ટ્યુનિશિયાની નાદિયા બેન અઝીઝીને 15-3થી હરાવીને શાનદાર રમતનું પ્રદર્શન કર્યુ હતું. રમતમાં તેને પ્રથમ અંક મોડો મળ્યો હોવા છતા ભવાનીએ પોતાનુ સંતુલન અને ધૈર્ય ગુમાવ્યું નહીં.

Advertisement

ટોક્યોમાં રમાઈ રહેલી ઓલિમ્પિક્સનો બીજો દિવસ ભારત માટે કંઇક ખાટો અને મીઠો સાબિત થયો છે. ભારતીય ખેલાડીઓએ અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું ન હતું, પરંતુ ભારતનું મેડલમાં ખાતું ચોક્કસપણે ખોલ્યું હતું. મીરાબાઈ ચાનુએ બીજા દિવસે સિલ્વર મેડલ જીત્યો અને પ્રથમ મેડલ ભારતની ઝોલીમાં મૂક્યો છે. હવે બધાની નજરત્રીજા દિવસે એટલે કે 25 જુલાઈ છે. મેરી કોમ, પીવી સિંધુ અને જી સથિઆન જેવા સ્ટાર ખેલાડીઓ રવિવારે ટોક્યો ઓલિમ્પિક્સમાં મેદાનમાં ઉતરશે. ચાલો જાણીએ ભારતીય સમય અનુસાર રવિવારે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું સમયપત્રક.

યુવા શૂટર દ્વારા ટોક્યો ઓલિમ્પિકમાં બીજા દિવસે ભારતીય ટીમની ચંદ્રકની આશાને વેગ મળ્યો છે. સૌરવ ચૌધરીએ શાનદાર રમત દર્શાવી 10 મી એર પિસ્તોલની ફાઇનલમાં જગ્યા મેળવી. શરૂઆતમાં પાછળ પડ્યા પછી, આ ખેલાડીએ એક પછી એક હરાવીને ટોચ પર રહીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું. સૌરવે વિશ્વના તમામ સ્ટોલવાર્ટ્સને હરાવીને પ્રથમ સ્થાન મેળવ્યું. શૂટરે 586 પોઇન્ટ સાથે તમામ શૂટરને પાછળ છોડી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આ યાદીમાં બીજા ભારતીય શૂટર અભિષેક વર્મા પાછળ રહી ગયા હતા. 17 મા ક્રમે રહેલા ખેલાડીએ ફાઇનલમાં રમવાની આશા ગુમાવી દીધી હતી.


Share

Related posts

અમદાવાદ-આરટીઓનું સ્કૂલો પર સર્ચ ઓપરેશન-ઓવરલોડિંગ અને આરટીઓના નિયમોનું ભંગ કરનાર સ્કૂલ વાહનોનું ચેકીંગ….

ProudOfGujarat

અંકલેશ્વર : વોર્ડ નં ૩ માં વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

કરજણ ડેમની જળ સપાટીમાં વધારો થતાં ડેમના બે દરવાજા ખોલી ૨,૪૪૨ ક્યુસેક પાણીની જાવક કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!