ટોક્યો ઓલિમ્પિક્સનો આજે બીજો દિવસ છે. પહેલા દિવસે આર્ચરીમાં દેશને ખાસ સફળતા મળી નહી. આજે 24 જુલાઇએ ટોક્યો ઓલિમ્પિક્સમાં અલગ અલગ રમતોનુ આયોજન થયું છે. આ રમતોમાં ભારતીય ખેલાડીઓ પણ ભાગ લેશે. દિવસની શરુઆત 10મીટર એર રાઇફલ ક્વોલિફિકેશન રાઉન્ડ સાથે થઇ. જેમાં અપૂર્વી ચંદેલા અને ઇલાવેનિલ ફાઇનલમાં જગ્યા ન મેળવી શક્યા. જ્યારે દીપિકા અને જાધવની મિક્સ્ડ ટીમે આર્ચરીના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે.આપને જણાવી દઈએ કે, મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલિમ્પિક 2020માં ઈતિહાસ રચી દીધો છે.
ભારત માટે મીરાબાઈ ચાનૂએ પ્રથમ મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનૂએ ક્લીન એડ જર્કના પ્રથમ પ્રયત્નમાં 110 કિલોગ્રામનો ભાર ઉઠાવ્યો છે. બીજા પ્રયત્નમાં મીરાબાઈ ચાનૂએ 115 કિલોગ્રામનો વજન ઉપાડવાનો પ્રયત્ને કર્યો અને તેમાં તેને સફળતા મળી અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યું. આ સાથે જ મિરાબાઈ ચાનૂ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત માટે પ્રથમ મેડલ જીતનાર બની ગયા છે. આ ભારતનું પ્રથમ મેડલ છે.મીરાબાઈ ચાનૂએ શાનદાર પ્રદર્શન કર્યું છે. મીરાબાઈ ચાનૂએ સ્નેચમાં 87 કિલોગ્રામનું વજન ઉપાડ્યું. ક્લીડ એડ જર્કમાં મીરાબાઈ ચાનૂએ 115 કિલોગ્રામ વજન ઉપાડ્યું અને ભારત માટે મેડલ જીતવામાં સફળ રહી.
મીરાબાઈ ચાનૂએ વેટલિફ્ટિંગમાં ભારતને ઓલિમ્પિક ઈતિહાસમાં બીજો મેડલ અપાવ્યો છે. તે ભારત તરફથી વેટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી છે.