Proud of Gujarat
Top News

વ્યક્તિની ઉદાસી દૂર કરવા સાંત્વના આપવાના બદલે બેસીને વાત કરો, શબ્દ લોકોની ભાવનાઓને આકાર આપવામાં ઉપયોગી ભૂમિકા ભજવે છે

Share

જ્યારે કોઇ વ્યક્તિ ઉદાસ હોય ત્યારે તેની મદદ કઇ રીતે કરાય ? આ સવાલ દરેક એવી વ્યક્તિના મનમાં આવે છે જેને બીજાની ચિંતા રહે છે, પરંતુ ઘણી વખત યોગ્ય માહિતી ન હોવાના કારણે આપણે પોતાની રીતે પોતાની કોઇ ખાસ વ્યક્તિની મદદ કરવા લાગી જઇએ છીએ. ક્યારેક તેને તેની પસંદગીની ખાવાની ચીજો અથવા તો ચોકલેટ આપીએ છીએ, તો કેટલીક વખત તેને થોડાક સમય માટે એકલામાં છોડી દઈએ છીએ. તાજેતરમાં જ થયેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે દરેક વ્યક્તિના મૂડને સ્વસ્થ કરવાની રીત ઉદાસી માટેનાં કારણ પર નિર્ભર હોય છે, પરંતુ મોટા ભાગના કિસ્સામાં શાંત રહેવા અથવા તો મનને મનાવવા કરતાં ઉદાસ વ્યક્તિની સાથે બેસીને વાત કરવાની બાબત વધારે યોગ્ય છે.

આવું એટલા માટે છે કે લોકોને પોતાની દરેક વાત માટે તેમના નજીકના લોકોની સહમતિની જરૂર હોય છે. શબ્દ લોકોની ભાવનાઓને આકાર આપવામાં ઉપયોગી ભૂમિકા ભજવે છે. ફીડબેકના બીજા રસ્તા પણ છે. તમામ બાબતો હવે સારી થશે તેમ કોઇ વ્યક્તિને સમજાવવાની બાબત અથવા તો સ્થિતિને નવા દ્રષ્ટિકોણથી જોવા માટે પ્રોત્સાહન આપવું પણ મદદ કરે છે. અભ્યાસમાં સામેલ નિષ્ણાતોએ કેટલાક સવાલ પણ કર્યા હતા. કોઇ ઓળખીતી વ્યક્તિ સાથે લડાઇ અથવા તો તીખી બોલાચાલી બાદ તેઓ બીજા પાસેથી કેવી પ્રતિક્રિયાની આશા રાખે છે તેવો પ્રશ્ન પણ શોધ કરનાર લોકોએ કર્યો હતો. ઉદાસી દૂર કરતી વેળા શબ્દોની પસંદગી વિચારી-સમજીને કરો.

Advertisement

કેટલીક વખત તમારી હાજરી જ કોઇને વધારે સારો અનુભવ કરવામાં મદદ કરે છે. કોઇ વારંવાર કહે કે તમને આટલું ખોટું ન લાગવું જોઇએ અથવા તો આ એટલી મોટી વાત નથી તો આનાથી તે વ્યક્તિને ખરાબ લાગી શકે છે.


Share

Related posts

રાહુલ ગાંધી કાલે ધરમપુરથી ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફુકશે રાહુલની સભામાં જંગી માનવમેદની ઉમટશે

ProudOfGujarat

ગણેશ સુગરમાં તાત્કાલિક ચૂંટણીનું આયોજન કરવા મુખ્યમંત્રીને માંગ કરતા પૂર્વ ચેરમેન સંદીપ સિંહ માંગરોલા*

ProudOfGujarat

બાંગ્લાદેશ પર લાલ આંખ કરવાનો સમય આવી ચુક્યો છે : ડો.તોગડીયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!