સૌજન્ય/થરાદ: થરાદ શિવનગર ખાતે 1971ના યુદ્ધમાં કચ્છ, બનાસકાંઠા તેમજ રાજસ્થાનમાંથી ઘણા પરિવારો આવીને વસ્યા છે. ત્યારે થરાદ શિવનગરમાં રહેતા ભાટી દાનાભાઇ માનસેંગભાઇ પણ અહીં આવીને બૂટ બનાવવાનો ધંધો શરૂ કર્યો હતો. અત્યારે તેઓ થરાદમાં પોતાની બુટ-ચંપલની દુકાન ધરાવે છે. જ્યાં પોતે બૂટ, સેન્ડલ, ચંપલ તેમજ મોજડી હાથથી બનાવે છે. દાનાભાઇએ અપંગ વ્યક્તિઓ માટે 17 ઇંચનું બુટ બનાવવાની આગવી શૈલીથી બુટ બનાવે છે. તાજેતરમાં તેમણે 23 ઇંચ લાંબી અને 8 ઇંચ પહોળી આકર્ષક મોજડી બનાવી છે. આ મોજડી જોઇ સૌ કોઇ આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા.
Advertisement