Proud of Gujarat
FeaturedGujaratINDIA

થાઈલેન્ડના મંદિરમાં ડ્રગ્સને લઈને દરોડા, નશાની હાલતમાં મળ્યા તમામ પૂજારી, જેલના બદલે પહોંચ્યા…

Share

થાઈલેન્ડમાં પોલીસ અને સરકારના લાખ પ્રયાસો બાદ પણ ડ્રગ્સનો ધંધો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અહીં ડ્રગ્સની મોટા પાયે દાણચોરી થઈ રહી છે અને લોકોમાં તેનું સેવન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં, મધ્ય થાઇલેન્ડમાં એક મંદિરમાં દરોડા દરમિયાન, ત્યાંના પૂજારીઓ નશામાં જોવા મળ્યા હતા. એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે સોમવારે એક દરોડા દરમિયાન થાઈલેન્ડના ફેચાબુન પ્રાંતના એક બૌદ્ધ મંદિરના તમામ પૂજારીઓ મેથામ્ફેટામાઈન ડ્રગ્સ પોઝીટીવ મળી આવ્યા. આમાં મુખ્ય પૂજારી પણ સામેલ હતા.

ફેચાબુન પ્રાંતના બંગ સેમ ફાન જિલ્લા મેજિસ્ટ્રેટ બનલેર્ટ થિન્ટાપથાઈએ જણાવ્યું હતું કે મધ્ય થાઈલેન્ડમાં એક બૌદ્ધ મંદિરને ખાલી કરાવી દેવામાં આવ્યું છે કારણ કે તેના તમામ પૂજારીઓ ડ્રગ ટેસ્ટમાં ફેલ થયા છે. અધિકારીએ કહ્યું કે તમામ પૂજારીઓને ડ્રગ રિહેબ સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા છે.

Advertisement

આ ઘટના બાદ મંદિર ખાલી હોવાને કારણે ગ્રામજનો પરેશાન છે. લોકોનું કહેવું છે કે તેઓ કોઈપણ પ્રકારની ધાર્મિક વિધિઓ કરવા સક્ષમ નથી. જો કે, જિલ્લા મેજિસ્ટ્રેટ બનલર્ટે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં મંદિરમાં પૂજારીઓની વ્યવસ્થા કરશે જેથી લોકો ધાર્મિક વિધિઓ કરી શકે.

દરોડામાં મેથામ્ફેટામાઈન નામનું ડ્રગ પાદરીઓમાં હોવાની પુષ્ટિ થઈ છે, આ ડ્રગનો ઉપયોગ થાઈલેન્ડમાં મોટાપાયે થાય છે. યુનાઈટેડ નેશન્સના ડ્રગ્સ એન્ડ ક્રાઈમ ઓફિસ અનુસાર, થાઈલેન્ડ આ ડ્રગનું સેવન કરનાર મુખ્ય દેશ છે. આ ડ્રગ્સ મ્યાનમારથી લાઓસ થઈને થાઈલેન્ડ લાવવામાં આવે છે. આ ડ્રગ્સની એક ટેબ્લેટની કિંમત અંદાજે 20 બાહ્ટ (થાઈલેન્ડનું ચલણ) એટલે કે 40 રૂપિયા છે. તાજેતરના સમયમાં, સમગ્ર દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં આ ડ્રગ્સનો મોટો જથ્થો ઘણી વખત જપ્ત કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ગેંગનો મ્યાનમાર સાથે ઊંડો સંબંધ છે. માર્ચમાં, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે મ્યાનમારથી દાણચોરી કરીને 40 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કર્યું હતું. વૈશ્વિક બજારમાં તેની કિંમત 40 કરોડની આસપાસ હતી. પોલીસે જણાવ્યું હતું કે દાણચોરો મ્યાનમારથી મણિપુર થઈને ભારતમાં ડ્રગ્સ લાવે છે, ત્યારબાદ તેને અન્ય રાજ્યોમાં લઈ જવામાં આવે છે.


Share

Related posts

ઈન્ટરનેટનો સદ ઉપયોગ કેવી રીતે કરવો એ નર્મદાના આ આદિવાસી યુવાન પાસેથી શીખવા જેવો છે.વાંચો એહવાલ…

ProudOfGujarat

કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ વાલીયાના વટારીયા ગામે કોરોનામાં મૃત પામેલ પરિવારોને મળી સાંત્વના પાઠવી

ProudOfGujarat

ચંદ્રયાન-3 નો ત્રીજો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ, લોકેશન અને આગળના લક્ષ્ય વિશે જાણો ISRO નું અપડેટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!