Proud of Gujarat
FeaturedGujaratINDIA

તેલંગણામાં સ્ટેડિયમની દિવાલ ધરાશાયી થતાં 3 લોકોનો મોત, 10 ઈજાગ્રસ્ત

Share

તેલંગણાના મોઈનાબાદમાં સ્ટેડિયમમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલો મળ્યા છે. અહીં ઈન્ડોર સ્ટેડિયમના બાંધકામ દરમિયાન દિવાલનો એક ભાગ ધરાશાયી થતા નાસભાગ મચી હતી. આ ઘટનામાં ત્રણ લોકો મોત થયા છે, જ્યારે ઘટનામાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

તેલંગણાના રંગારેડ્ડી જિલ્લાના મોઈનાબાદ ગામમાં આ ઘટના બની છે. અહીં એક ઈન્ડોર સ્ટેડિયમમાં બાંધકામ કામગીરી ચાલી રહી છે, ત્યારે આ દરમિયાન નિર્માધીણ દિવાલનો એક ભાગ તૂટી જતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Advertisement

ઘટના અંકે સૂચના મળતાં જ પોલીસ, એમ્બ્યુલન્સની ટીમ અને જવાબદાર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ ટીમ દ્વારા પુરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે. ઘટનાસ્થળના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ઘટનાસ્થળે ધરાશાયી થયેલી દિવાલના કાટમાળને હટાવવાનું કામગીરી ચાલી રહી છે. એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે, જે ઈન્ડોર સ્ટેડિયમની દિવાલ ધરાશાયી થઈ છે, તે એક પ્રાઈવેટ સ્ટેડિયમ છે.

રાજેન્દ્રનગરના ડીએસપી જગદીપશ્વર રેડ્ડીના જણાવ્યા મુજબ ઘટનાસ્થળે કાટમાળ નીચેથી એક મૃતદેહ બહાર કઢાયો છે. જ્યારે અન્ય મૃતદેહોને પણ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. હાલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ડીસીપીએ જણાવ્યું કે, હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.


Share

Related posts

ઉમરપાડાના વાડી ગામે ગ્રામીણ ઓલિમ્પિક યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ-માલગાડી ટ્રેન સામે પડતું મૂકી એક અજાણ્યા ૪૫ વર્ષીય ઇસમનો આપઘાત…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ડભાલ ગામેથી ઘરના પાછળના વાડામાં સંતાડેલ વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!