સૌજન્ય/108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ ફતરસાલી નજીક થયેલા એક્સિડેન્ટમાં ઇજાગ્રસ્ત તેમજ બેભાન વ્યક્તિને સમયસર હોસ્પિટલ પહોંચાડવાની સાથે સાથે કર્મચારીઓએ તેના પર્સ સહિત 45 હજારની મતાની વસ્તુઓ ઇજાગ્રસ્તના સગાસંબંધીઓને બોલાવીને પરત કરી હતી.
108ના જણાવ્યા મુજબ સોમવારે સાંજે 4.30 વાગ્યાની આસપાસ તરસાલીના સોમનાથનગરમાં રહેતો પ્રવેશ રાજેન્દ્રપ્રસાદ પંડ્યા કપૂરાઇથી તરસાલી તરફ બાઇક પર જઇ રહ્યો હતો. અચાનક, બ્રિજ નીચે બાઇક સ્લિપ થતાં પ્રવેશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આસપાસના લોકોએકોલ કરતાં 108એ ઘટનાસ્થળે પહોંચીને તેમને સારવાર માટે એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યારબાદ 108ના પાઇલોટ આનંદ બ્રહ્મભટ્ટ અને ઇમર્જન્સી મેડિકલ ટેક્નિશિયન પ્રિતી રાઠોડે દર્દીના સગાસંબંધી અવધેશભાઇને ફોન કરીને બોલાવ્યા હતા. કર્મચારીઓએ 15 હજાર રોકડ, 4 એટીએમ કાર્ડ અને બે મોબાઇલ સહિતની કુલ 45 હજારની વસ્તુઓ પરત કરી હતી.