Proud of Gujarat
FeaturedGujaratINDIA

તાપી જિલ્લાના વ્યારા ખાતે ડૉ.બાબાસાહેબને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.

Share

૬ ઠ્ઠી ડિસેમ્બર ડૉ.બાબાસાહેબ આંબેડકરજીના ૬૬ મા મહા પરિનિર્વાણ દીને તાપી જિલ્લાના વ્યારા મુકામે ભારતીય બહુજન કલ્યાણ સમિતી – તાપી દ્વારા બાબાસાહેબને ભાવપૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. સવારે ૯=૦૦ કલાકે નગરની મધ્યમાં આવેલ બાબાસાહેબની પ્રતિમા પાસે નગર તથા જિલ્લાના આગેવાનો ભાઈઓ – બહેનો, યુવામિત્રો એકત્રિત થઈ બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર પહેરાવી, બાબાસાહેબની તસ્વીર આગળ મીણબત્તી, અગરબત્તી પ્રગટાવી ફૂલ અર્પણ કર્યા હતા.

બુદ્ધ વંદના તથા ભીમ સ્તુતી ગાઈ બાબાસાહેબને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. સમાજના અગ્રણીઓ સુરેશભાઇ સાળવે, મીનાબેન પરમાર, વિજયભાઈ ચૌહાણ, સુનીલભાઈ સામુદ્રે, હેમંતભાઈ તરસાડીયા, સંજયભાઇ રાણા, પરેશભાઈ અને રાકેશભાઈ મહાલેએ પોતાના વિચારો રજુ કરી બાબાસાહેબને શ્રદ્ધાંજલી અર્પી હતી. આ કાર્યક્રમમા નગરપાલિકાના બાગ અને સામાજીક વનીકરણ વિભાગના ચેરમેન નિમિષાબેન તરસાડીયા તથા અન્ય મહાનુભવો હાજર રહ્યા હતા. અંતે વ્યારા ખાતે આવેલ આંબેડકર ભવન જઈ સૌએ ભવનમા આવેલ બાબાસાહેબની પ્રતિમાને માલ્યાપર્ણ કરી કાર્યક્રમ પૂર્ણ કાર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરેશભાઈ ચૌહાણે કર્યુ હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની લ્યુપીન લિમિટેડ કંપનીને ASQ તરફથી સિલ્વર પ્રાઈઝ પ્રાપ્ત થયું.

ProudOfGujarat

ભરૂચનાં સ્ટંટ બાજોની કરતબ 5 કિશોર સાથે બાઈક પર સ્ટંટ સી.સી.ટી.વી.માં જણાય છતાં કોઈ પગલાં નહીં.

ProudOfGujarat

આજે માંગરોળ તાલુકા ૨૩,૧૭૫ NFSA રેશનકાર્ડ ધારકોને બીજા તબક્કાનું વિના મુલ્યે અનાજ વિતરણ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!