Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડૉ. બાબાસાહેબ આંબેડકરજીના વંશજ ભીમરાવ આંબેડકરજીનુ વ્યારા-તાપીમા હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કરાયું.

Share

બહુજનોના ઉદ્ધારક વિશ્વરત્ન મહામાનવ ભારતીય સંવિધાનના નિર્માતા ડો.ભીમરાવ આંબેડકરજીના દીકરા યશવંતરાવના દીકરા ભીમરાવ એટલે કે બાબા સાહેબના પૌત્ર સોનગઢ ખાતે “ભારતીય બોદ્ધ મહાસભા તાપી” દ્વારા આયોજીત શ્રામનેર શિબીરમા પધાર્યા હતા. જ્યા વ્યારાના આંબેડકર વિચારક મંચના આગેવાનો હેમંતભાઈ તરસાડીયા, હરેશભાઈ ચૌહાણ, સુરેશભાઇ સાળવે, ડો મેરૂભાઇ વાઢેર, સંજય રાણા અને ભરતભાઇ બથવાર તથા સોનગઢ નગરના લોકો સાથે બાબાસાહેબના વંશજ તેમના પૌત્રને વ્યારા આંબેડકર ભવન ખાતે પધારવા વિનંતી કરવામા આવેલ.

ઘણી વ્યથતા હોવા છતાં પણ ભીમરાવ આંબેડકરજી (બાબાસાહેબ ના પૌત્ર) વ્યારા નગરમા પધારવા રાજી થયા અને ડો.ભીમરાવ આંબેડકર ભવન વ્યારાની શુભેચ્છા મુલાકાત લઈ સમાજબંધુઓ અને નગરના આગેવાનો તથા વિધાર્થીગણ અને પધારેલ મહેમાનો સાથે સંગોષ્ટી કરી શિક્ષણ પર ભાર મૂકવા અને સુશિક્ષિત થવા આગ્રહ કર્યો હતો.

આ પ્રસંગે બાબાસાહેબના પૌત્ર ભવનની વિજીટર બુકમા પોતાના અભિપ્રાય લખ્યા હતા અને ભવનમા સરકારી પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને શુભકામના પણ પાઠવી હતી. આ પ્રસંગે સમાજને એવું પ્રતિત થયું કે જાણે આપણું કોઈ ચિરપરિચિત વર્ષો પછી આપણને મળ્યું હોય અને જે ભાવ પ્રકટે તેવો ભાવ થયો હતો. બાબાસાહેબને પ્રત્યક્ષ તો આપણે મળ્યા નથી પરંતુ બાબાસાહેબના વંશજને મળ્યા પછી જાણે એવી પ્રતીતિ થઇ રહી હતી જાણે બાબાસાહેબ આપણી વચ્ચે પ્રત્યક્ષ આવ્યા હોય. અંતે વિદાઈ વેળાએ તેમણે એટલે કે જુનિયર આંબેડકરજી ભીમરાવ સાહેબે વ્યારા નગરના કોઇ મોટા કાર્યક્રમમા હાજરી આપી વ્યારા નગરમા રાત્રી રોકાણ કરવાનું વચન પણ આપ્યું છે. આ કાર્યક્રમમા વ્યારા નગરના માજી નગરપતિ મહેરનોઝ જોખી, નગરપાલિકાના સભ્યો તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

લગ્ન નોંધણી માટે ઓનલાઇન સુવિધા સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના પુનગામમાં અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેનાર યુવાનનું આજરોજ ટૂંકી સારવાર હેઠળ મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ ની મુન્શી( મનુબરવાલા) મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ અને વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે મુન્શી સ્કૂલ ખાતે શાળા ના વાર્ષિક મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!