Proud of Gujarat
INDIAFeaturedGujarat

સોનગઢ ખાતે રાખેલ શાંતિ બોદ્ધ વિહાર સંઘનુ વિવિધ જગ્યાએ સ્વાગત કરાયું.

Share

ભારતીય બોદ્ધ મહાસભા – તાપી દ્વારા તા.૧૫ મી થી ૨૪ મી મે ૨૦૨૨ દરમ્યાન શાંતિ બોદ્ધ વિહાર – સોનગઢ ખાતે રાખવામા આવેલ શ્રામનેર શિબિર અંતર્ગત બોદ્ધ ભીખ્ખુ સંઘ તથા નાગપુરથી પધારેલ ભંતેગણ દ્વારા આજ ૨૦ મી એપ્રિલના રોજ વ્યારા ખાતે આવેલ ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પર સવારે ૧૦ કલાકે પુષ્પહાર પહેરાવી ભીમ વંદના કરી નગરના મુખ્ય માર્ગ પર ફેરીરૂપે પ્રયાણ કર્યું હતુ.

ફેરી પ્રયાણ દરમ્યાન વ્યારા નગરના માજી નગરપતિ મહેરનોઝભાઇ જોખીજી એ બોદ્ધ સંઘનુ સ્વાગત જૂના બસસ્ટેશન નજીક સોનાલી હોટલ ખાતે કર્યુ હતુ. ઉપરાંત વ્યારા ખાતે આવેલ જુમ્મા મસ્જિદ, પાસે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા બોદ્ધ સંઘનુ સ્વાગત ઉમળકાભેર કર્યું હતુ. ત્યારબાદ સંઘ આંબેડકર ભવન પહોંચ્યો હતો. ત્યા વ્યારા નગર તથા જીલ્લા આંબેડકર ગૃપ દ્વારા બોદ્ધ સંઘનુ સ્વાગત કરી બોદ્ધ વંદના, સ્તુતિ કરી બુદ્ધ સંઘ, ભંતેજી તથા આવેલ મહેમાનોને ભોજન કરાવડાવી કાર્યક્રમ પુર્ણ કરવામા આવ્યુ હતુ.

Advertisement

Share

Related posts

માંગરોળ : નાની નરોલી ગામે ગૌચરની જમીનમાં માટી ખનનના મુદ્દે ટી ડી ઓ ને કરાઇ રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ તાલુકાનાં રાજવાડી ગામે ખેત મજૂરો પર મધમાખીનાં ઝુંડનો હુમલો.

ProudOfGujarat

અંકલેશ્વર:ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી ભરૂચ એલ.સી.બી પોલીસ.એક કિશોર સહીત બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!