Proud of Gujarat
GujaratFeaturedINDIA

અનુસૂચિત જાતિની વાલ્મિકી સમાજની બે બહેનોને ગરબામાંથી ધક્કો મારીને કાઢી મુકતા તાપી કલેકટરને આવેદન અપાયું

Share

તાપી જિલ્લાના વ્યારા ખાતે વાલ્મિકી સમાજ વ્યારા દ્વારા આજરોજ કલેકટરશ્રી તાપીને વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પીલોલ ગામે અનુસૂચિત જાતિની વાલ્મિકી સમાજની બે બહેનો તૃપ્તિબેન અને પદમાબેન ગામમાં આવેલ માંડવડી ખાતે રાત્રી દરમિયાન ગરબા જોવા ગયેલ રાત્રી દરમિયાન ગરબાની રમઝટ માતાજીના ગરબા રમતા હોય ઉકત બંને અનુસૂચિત જાતિની બહેનોને ગરબા રમવાનું મન થયું આ બંને બહેનો ગરબા રમતી હતી તે દરમિયાન પીલોલ ગામના કહેવાતા સવર્ણ સમાજના અસામાજિક તત્વો દ્વારા બંને બહેનોને તેમના હાથ પકડીને ચાલુ ગરબા દરમિયાન ગરબાની બહાર ધક્કો મારીને કાઢી મુકવામાં આવેલ તથા તેમને જાતિવિષયક શબ્દો બોલી અપમાનિત પણ કરેલ આ બંને બહેનો પોતાના મહોલ્લામાં જઈને ફળિયાના સામાજિક આગેવાનોને પોતાના પર થયેલ આપવીતીની વાતો કહી આગેવાનઓના કહેવા મુજબ પોલીસ ફરિયાદ નોંધાવેલ પોલીસ ફરિયાદ થતા પોલીસ ઘટના સ્થળે આવી આ સામાજિક તત્વ પૈકી બે વ્યક્તિની ધરપકડ કરી તેમને પોલીસ સ્ટેશન લઇ ગયેલ.

આ બાબતના પ્રત્યાઘાત સંપૂર્ણ ગુજરાતમાં થતા તાપી જિલ્લાના વ્યારા ખાતે પણ વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા આજરોજ આવેદનપત્ર આપી સંપૂર્ણ ઘટનાને વખોડી કાઢી છે. આવેદનપત્ર આપવામાં વ્યારા વાલ્મિકી સમાજના અગ્રણી હેમંતભાઈ તરસાડીયા, અનિલભાઈ તરસાડીયા, રાજેશભાઈ મજલપુરિયા, યોગેશ પરમાર અને મહિલા અગ્રણી સમાજના નગરપાલિકાના સભ્ય નિમિષાબેન તરસાડીયા, દક્ષાબેન વાસીયા, પ્રશાંત હરણીયા વિગેરે લોકો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

બુટલેગરોએ ઈંડાની ટ્રે પાછળ લાખોનો વિદેશી દારૂ છુપાવ્યો અંકલેશ્વરની મુલદ ચોકડી પાસે LCB એ ટેમ્પો રોકી તપાસ કરી લાખો રૂપિયાનો દારૂ અને બે બુટલેગરો ઝડપાયા.

ProudOfGujarat

લીંબડીમાં શ્રી બાહુજિનદાદા જિનાલયે મહાપૂજા યોજાઇ.

ProudOfGujarat

યુપીએલ યુનિવર્સિટી ખાતે નવા અભ્યાસ તાલીમ વર્ગો ડેટા સાયન્સ અને આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સનો શુભારંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!