Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

તાપી જિલ્લાના વ્યારા અને સુરતના માંડવી-બલાલતીર્થ,કાકરાપારમાં વહીવટી તંત્ર ની આંખો મા ધૂળ નાખી માફિયા મોટાપાયે રેતી ચોરી કરી રહ્યા છે

Share

તાપી જિલ્લાના વ્યારા અને સુરતના માંડવી-બલાલતીર્થ,કાકરાપારમાં વહીવટી તંત્ર ની આંખો મા ધૂળ નાખી દીન પ્રતિદિન ખનન માફિયા મોટાપાયે રેતી ચોરી કરી રહ્યા છે જેથી ખનન મુદ્દે વહીવટી તંત્ર સજાગ બન્યું છે.અને આધુનિક ટેકનોલોજી ની મદદ લઈ ખાણ ખનીજ વિભાગ-તાપીના ભૂસ્તર અધિકારી ડી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ રેતી માફીયાઓ ઉપર લગામ કસી છે.
સુરત જીલ્લાના માંડવી તાલુકાના બલાલતીર્થ,કાકરાપાર તેમજ તાપી જીલ્લાના વ્યારા તાલુકાના કણજા,કાળાવ્યારા જેવા વિસ્તારમાં તાપી નદી માંથી ગેરકાદેસર રીતે ઉલેચવામાં આવી રેતી સ્થળે ખાણ ખનીજ વિભાગની ટીમે આજરોજ ડ્રોન કેમેરાની મદદથી મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે.જેને લઇ રેતી માફિયાઓ અને કેટલાક રાજકારણીઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.તાપી નદીમાં ચાલતા ગેરકાદેસર રેતી ખનન ને ડ્રોન કેમેરાની મદદથી ઝડપી પાડવામાં આવ્યું છે,ખાણ ખનીજ વિભાગ,સુરત અને તાપી જીલ્લાના ભૂસ્તર અધિકારી ડી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ રોયલ્ટી ઈન્સ્પેક્ટર,સર્વેયર,સુપર વાઈઝર સહિત સ્ટાફના માણસો સાથે આજરોજ તાપી નદીમાં ચાલતું ગેરકાદેસર રેતી ખનન સ્થળો પર ડ્રોન કેમેરાની મદદથી દરોડા પાડવામાં આવ્યું હતું,ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આજરોજ તાપી નદી માંથી રેતી ખનન કરતી આશરે 30 થી વધુ બાઝ નાવડી,આશરે 10 કરતા વધુ ટ્રકો ડ્રોન કેમેરામાં ઝડપાઈ ગઈ હતી,ખાણ ખનીજ વિભાગ દ્વારા અત્યાધુનિક સાધનો ની મદદથી ખનીજ માફિયાઓ ઉપર નજર રાખવાનુ શરૂ કરાતા જ ખનીજ ચોરી કરતા તત્વોમા ગભરાટ ફેલાયો છે,આધુનિક ટેકનોલોજી થી ખનીજ ચોરી તો અટકશે જ પરંતુ સરકારી તંત્ર ને છાશવારે નુકસાન પહોંચાડતા તત્ત્વો પણ ખુલ્લા પડશે,એક અધિકારીએ નામ જાહેર નહી કરવાની શરતે જણાવ્યું હતું કે,તાપી નદીમાં ગેરકાદેસર રેતી ખનન કરતા પકડાયેલી બાઝ નાવડી અને ટ્રક માલિકો પર ટુક સમયમાં પોલીસ મથકે ગુન્હો પણ નોંધાઈ શકે છે,એટલે જ નહી કેટલાક રાજકાણીઓના નામ પણ બાહર આવવાની શક્યતા સેવાઈ રહી છે,આ બબાતે ઉચ્ચઅધિકારીઓને રીપોર્ટ કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : ડેડીયાપાડાથી મોવી રોડનું સાત દિવસમાં સમારકામ ના કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલનની કોંગ્રેસ નેતાની ચીમકી.

ProudOfGujarat

ભરૂચ : ઇન્ચાર્જ ચીફ સેનેટરી ઈન્સ્પેકટરને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવા ભરૂચ નગરપાલિકાનાં વિપક્ષની માંગ જાણો કેમ.

ProudOfGujarat

સુરત: પોલીસની દાદાગીરી : નાના વરાછામાં લારીવાળાને જવા દેવાની વિનંતી કરનાર વેપારીને કાપોદ્રા પોલીસે ઢોર માર માર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!