Proud of Gujarat
GujaratFeaturedINDIA

ટંકારાના લજાઈ ગામના બસ સ્ટેન્ડ નજીક બેકાબુ કારની ઠોકરે રાહદારી આધેડનું મોત

Share

ટંકારા તાલુકાના લજાઈ ગામના બસ સ્ટેન્ડ નજીક કાર ચાલકે પુરપાટ વેગે પોતાની કાર ચલાવી રાહદારી આધેડને અડફેટે લીધા હતા જે અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા આધેડનું મોત થયું હતું જે અકસ્માતના બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટંકારાના લજાઈ ગામના રહેવાસી સાગર કમલેશ મકવાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રાત્રીના જમીને ફરિયાદીના બાપુજી કમલેશભાઈ દેવજીભાઈ મકવાણા નવેક વાગ્યે ઘરની બહાર ગયા હતા અને તેઓ અવારનવાર ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ ભારત હોટેલ ચા પીવા જતા હોય અને તા. ૧૧ ના રોજ સવારના ફરિયાદી પોતાની નોકરી પર પેટ્રોલપંપ ખાતે ગયો હતો ત્યારે આશરે અગિયાર વાગ્યાના અરસામાં કાકા જીતેન્દ્રભાઈએ ફોન કરી જણાવ્યું હતું કે ગામના બસ સ્ટેન્ડ પાસે અકસ્માત થયો છે અને ફરિયાદીના બાપુજીનો મૃતદેહ પડ્યો છે જેથી તુરંત તેઓ દોડીને ટંકારા હોસ્પિટલ ગયા હતા અને ફરિયાદીના પિતા કમલેશભાઈ મકવાણાનું મોત થયું હતું જેથી પીએમ કરાવી જ્ઞાતિના રીવાજ મુજબ અંતિમવિધી કરવામાં આવી હતી તેમ ફરિયાદમાં જણાવ્યું છે. ફરિયાદીના પિતાનો મૃતદેહ મળી આવ્યો તેની થોડે દુર કાર જીજે ૩૬ એસી ૯૭૭૯ વાળી અકસ્માત થયેલ હાલતમાં પડી હતી અને ગઈકાલે રાત્રીના અકસ્માત થયું હોવાનું જાણવા મળ્યું હતું ટંકારા પોલીસે કાર જીજે ૩૬ એસી ૯૭૭૯ ના ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં વિવિધ પોલીસ મથકે ફરજ બજાવતા ૯૩ પોલીસ કર્મીઓની આંતરિક બદલીઓ કરાઇ.

ProudOfGujarat

પશ્ચિમ બંગાળના સાંસદની જૈન સમાજ વિરોધી ટિપ્પણી સામે અંકલેશ્વર મામલતદારને પાઠવાયું આવેદન.

ProudOfGujarat

ઝઘડીયાના સારસા ગામે બાબાસાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મજયંતિની ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!