Proud of Gujarat
FeaturedGujaratINDIA

તળાજા તાલુકાના અલંગ બંદર પર લાગ્યું 3 નંબરનું સિગ્નલ, કાંઠા વિસ્તારનાં લોકોને કરવામાં આવ્યા સાવચેત.

Share

હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર સજ્જ થયું છે. એનડીઆરફ અને એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહીને પગલે દરિયામાં કરંન્ટ જોવા મળી રહ્યો છે. ત્યારે અલંગના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તળાજા તાલુકાના અલંગના દરિયા કાંઠેના વિસ્તારમાં તંત્ર દ્વારા સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જેને લઈને તળાજા દરિયાઈ કોસ્ટલ વિસ્તારમાં સાવચેત રહેવા સૂચના પણ આપવામાં આવી છે.

Advertisement

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વરસાદ અને પવનની ગતિ વધી શકે છે જેથી કોઈ અઘટિત ઘટના ના બને તે માટે સાવચેતી ના પગલાના ભાગરૂપે અલંગ ખાતે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયુ છે.


Share

Related posts

ભગવાન જગન્નાથજીની ભક્તિ મય વાતાવરણ માં ભરૂચ ના આશ્રય સોસાયટી નજીક થી હર્ષોલ્લાસ સાથે રથયાત્રા નીકળી હતી..જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા…

ProudOfGujarat

2 સપ્ટે.થી ધો.6 થી 8નાં ઓફલાઇન વર્ગો શરૂ કરાશે: શિક્ષણમંત્રીની જાહેરાત

ProudOfGujarat

ભરૂચ ના પત્રકાર વસીમ મલેક બેસ્ટ બ્યુરોચીફ ના એવૉર્ડ થી થયા સન્માનિત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!