સુરત મહાનગરપાલિકાનાં જાગૃત કોર્પોરેટર દિનેશ કાછડીયાએ શહેરમાં ફરતી બી.આર.ટી.એસ. બસના કંડકટરો દ્વારા મુસાફરોને ટિકીટ ન આપીને રૂપિયા ચાઉં કરી જતાં હોવાની ગંભીર ફરિયાદ લાંચ રૂશવત ખાતાને કરી છે.
સુરતના કોર્પોરેટર દિનેશ કાછડીયાએ સુરત શહેરમાં ફરતી સીટી બસ સેવામાં ગંભીર પ્રકારની ખાપકી ચાલી રહી હોવાના આક્ષેપો કર્યા છે. તેમજ બી.આર.ટી.એસ.બસ સેવાના ઇજારેદાર કંપની સીટીલીંકને...