સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભોમ નાદવંશીય ગુરુ પરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ વિક્રમ સંવત ૨૦૩૫ ભાદરવા સુદ સાતમ ને ગુરૂવાર તારીખ ૩૦-૮-૧૯૭૯ ના રોજ ભારતના સવારના ત્રણ વાગ્યે બોલ્ટન – યુકેમાં મનુષ્ય લીલા સંકેલી હતી.
અસંખ્ય જીવોના ઉદ્ધાર માટે પ્રગટ થયેલ શ્રીજીસંકલ્પમૂર્તિ, વિશ્વધર્મ ચૂડામણી, વેદશાસ્ત્ર સંરક્ષક, ભારત ભાસ્કર, વિશિષ્ટાદ્વૈત શિરોમણી, મહામંડલેશ્વર, ધર્મ પ્રાણ, સનાતન ધર્મસમ્રાટ શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ધર્મધુરંધર ૧૦૦૮ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ૭૧ વર્ષ ૧૧ માસ અને ૬ દિવસ આ પૃથ્વી પર દર્શન દઈ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની પુષ્ટિ તથા સમાજોન્નતિ માટે રાત દિવસ, ઊંઘ ઉજાઘરો, ટાઢ તડકો, ભૂખ, તરસ, થાક વગેરેની પરવા કર્યા વગર સતત વિચરણ કર્યું. શ્રી સ્વામિનારાયણ ભગવાન અને જીવનપ્રાણ અબજી બાપાશ્રીના સિદ્ધાતોને લક્ષ્મ રાખી દેશ વિદેશની અંદર વિચરણ કરી હિન્દુ સંસ્કૃતિનો બહોળો ફેલાવો કર્યો અને સાચો ધર્મનો બતાવ્યો છે.
આવા યુગવિભૂતિ સનાતન ધર્મ સમ્રાટ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા ની ૪૦ મી પુણ્યતિથિ પ્રસંગે સંતો ભક્તો મણિનગરમાં અને પ્રાગટ્ય ખેડામાં વહેલી સવારે પ્રભાતફેરી, આરતી દર્શન, ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાનું પૂજન-અર્ચન વગેરે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવશે શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર માં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય વિશ્વવાત્સલ્યમહોદધિ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ ની પુનિત નિશ્રામાં દેશ-વિદેશથી પધારેલા સંતો ભક્તોની ઉપસ્થિતિમાં પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવશે.
શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામી બાપાની ૪૦ મી પુણ્યતિથિએ મણિનગર અને ખેડામાં હરિભક્તો ઉમટશે
Advertisement