અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ ટીમ અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરી રહી છે ત્યારે હાલ આવનાર ચોમાસું શરૂને ધ્યાનમાં રાખીને લીંબડી નેશનલ હાઇવે પર નિકળતા નાના મોટા વાહનોની આગળ પાછળ રેડીયમ રીફ્લેકર લગાવવાની કામગીરી કરવામાં આવી હતી જેથી કરી રાતના સમયે હાઈવે આ વાહનની આગળ પાછળ લગાવેલ રેડીયમ રીફ્લેકરને કારણે આગળ અને પાછળના વાહનોને ખબર પડે કે કોઈ વાહન આવી રહ્યું છે જેથી અકસ્માતની ઘટનાઓ ટળે જેના અર્થે આ રીફલેકટર લીંબડી પોલીસ સ્ટેશના પીએસઆઈ ચૌધરી સાહેબ અને તેમના સ્ટાફના સહયોગથી અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા લગાવેલ આ કાર્યક્રમ ગુજરાત અધ્યક્ષ નિલેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ અને સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણના નૈતૃત્વ હેઠળ અને સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ કલ્પેશ વાઢેર અને જીલ્લા મહામંત્રી ડીયુ પરમારના સહકારથી લીંબડી હાઇવે પર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે અંદાજીત 500 ઉપરાંત નાના-મોટા વાહનોને રેડીયમ રીફ્લેકર લગાવવામાં આવ્યા હતાં ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા સૌરાષ્ટ્ર સચિવ નાઝીર સોલંકી, જીલ્લા મહામંત્રી નટુભા ઝાલા, શહેર પ્રમુખ નંદકિશોરભાઈ ચૌહાણ, યુવરાજ સોલંકી,એરીક સમા, ખાલીદભાઈ મિડીયા સેલના પ્રમુખ જસવંતસિંહ મોરી, એન.કે.રાણા, દક્ષાબેન વાઘેલા સહિતની મહિલા માનવ અધિકાર નિગરાની સમિતિ ટીમ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર