ન્યુઝ વિરમગામ
તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા
પરમ કૃપાળુ પરમાત્મા શ્રી ભોળાનાથ શિવજી, શ્રી બહુચર માતાજી તથા આદ્યશક્તિ શ્રી જોગણી માતાજી ની અસીમ કૃપાથી સુરેશભાઈ રાવળ ભજનિક કલાકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે રાવળ જોગી જ્ઞાતિ ના સૌ પ્રથમ સમૂહ લગ્નોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવ સંવંત 2075 ના વૈશાખ સુદ અગિયારસ ને બુધવાર તારીખ 15/05/2019 ના શુભ દિવસે નિરધારેલ છે. રાવળ જોગી જ્ઞાતિના સાયલા ખાતે આયોજિત સમૂહલગ્નોત્સવમાં લગ્નના આચાર્ય અનિલભાઈ ત્રિવેદી સેવાઓ આપશે. રાવળ જોગી જ્ઞાતિના સમૂહ લગ્નોત્સવ માં 11 નવયુગલ પ્રભુતામાં પગલાં માંડી લગ્નજીવનની શરૂઆત કરશે અને મોટી સંખ્યામાં સંતો-મહંતો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપશે. સાયલા ખાતે આયોજિત રાવળ જોગી જ્ઞાતિના પ્રથમ સમુહ લગ્નોત્સવ ને સફળ બનાવવા માટે સુરેશભાઈ રાવળ, વિઠ્ઠલભાઈ જોગીયાણી, બાબુભાઈ વાસુકિયા સહિતના રાવળ જોગી સમાજના નામી-અનામી આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.
સાયલા ખાતે રાવળ જોગી જ્ઞાતિના પ્રથમ સમુહ લગ્નોત્સવ પૂર્વે તારીખ 14/05/2019 ના રોજ રાત્રે 9:00 ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભજનીક સુરેશભાઈ રાવળ, ભજનીક બીરજુ બારોટ, લોક ગાયક દમયંતીબેન બરડાઈ, ટહૂકતી કોયલ રેખાબેન રાઠોડ, ભજનીક ભાવેશ રાવળ, ભજનીક સુરેશભાઈ રબારી, લોક સાહિત્યકાર ભરતદાન ગઢવી, લોક સાહિત્યકાર પવુભા ગઢવી, હિતેશભાઈ પરમાર સહિતના નામી અનામી કલાકારો લોકડાયરામાં પોતાની અમૂલ્ય વાણી નો લાભ આપશે.