સુરેન્દ્રનગર એલસીબી અને એસઓજી ટીમે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચોટીલાના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. તોડફોડ કરવામાં કુલ 10 શખ્સો સામેલ હોવાની વિગતો બહાર આવી પાંચ શખ્સો હજુ પણ પોલીસ પકડથી દુર હોવાની વિગતો બહાર આવી છે. જેમાં ફરાર પાંચ શખ્સો પૈકી 3 શખ્સો ચોટીલાના અને એક શખ્સ સાયલાનો જ્યારે એક શખ્સ બહુચરાજીનો રહેવાસી હોવાનું ખુલ્યું છે. પોલીસ તપાસમાં સાયલા તાલુકાના શખ્સને મંદિરમાં ગુપ્ત ધન હોવાનું સપનું આવતા ખોદકામ કર્યું હોવાની કબુલાત કરી છે. વધુમાં પકડાયેલા આરોપીઓએ સતત ચાર દિવસ રાત્રીના સમયે ખોદકામ બાદ કાંઇ ન મળ્યું હોવાની પણ કબુલાત કરી છે.સુરેન્દ્રનગર જિલ્લાના થાનના જામવાડી ગામે આવેલા શિવમંદિરમાં ગુપ્તધન મેળવવાની લાલચમાં તોડફોડ કરનાર પાંચ શખ્સો ઝડપાઈ ગયા છે. 1200 વર્ષ કરતા વધુ પૌરાણિક શિવમંદિરમાં નંદી અને શિવલિંગ નીચે ગુપ્ત ધન હોવાની આશંકાએ ખોદકામ કર્યું હતુ.સુરેન્દ્રનગર એલસીબી અને એસઓજી ટીમે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચોટીલાના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.તોડફોડ કરવામાં કુલ 10 શખ્સો સામેલ હોવાની વિગતો બહાર આવી પાંચ શખ્સો હજુ પણ પોલીસ પકડથી દુર હોવાની વિગતો બહાર આવી છે. જેમાં ફરાર પાંચ શખ્સો પૈકી 3 શખ્સો ચોટીલાના અને એક શખ્સ સાયલાનો જ્યારે એક શખ્સ બહુચરાજીનો રહેવાસી હોવાનું ખુલ્યું છે.
પોલીસ તપાસમાં સાયલા તાલુકાના શખ્સને મંદિરમાં ગુપ્ત ધન હોવાનું સપનું આવતા ખોદકામ કર્યું હોવાની કબુલાત કરી છે. વધુમાં પકડાયેલા આરોપીઓએ સતત ચાર દિવસ રાત્રીના સમયે ખોદકામ બાદ કાંઇ ન મળ્યું હોવાની પણ કબુલાત કરી છે.પાંચાળની ભૂમી એટલે સંત, શુરા અને સતીનો ભોમકા આવી પવિત્ર ભૂમીમાં થાનથી થોડે દૂર આવેલા જામવાડી ગામમાં આવેલા 1200 વર્ષ જૂના મુનીની દેરી નામે ખોળખાતા શિવમંદિરમાં શિવલીંગ અને પોઠીયાને દૂર કરીને ખોદકામ કરવામાં આવતા અનેક રહસ્યો ઘેરાયા હતા.
આ મંદિરમાં ગુપ્ત ધન હોવાની આશંકાએ ખોદકામ કરવામાં આવ્યુ હોવાની હાલ શંકા સેવાઇ રહી હતીપાંચાળની પવિત્રભુમીમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. જેમાં પાંચાલી અને પાંડવોની યાદ અપાવતા અનેક સ્થળો આજે પણ મોજુદ છે. આ મંદિરો એ પાંચાળની ભૂમીની આગવી ઓળખ તો છે જ પરંતુ સાથે સાથે લાખો શ્રધ્ધાળુઓ અને ગ્રામજનો માટે આસ્થાનું કેન્દ્ર પણ છે. થાનથી 5 કિમી દૂર આવેલા જામવાડી ગામની ભાગોળે મુનની દેવળ તરીકે ઓળખાતુ પ્રખ્યાતી શિવમંદિર આવેલુ છે.આ વાતની જાણ થતા થાન પીઆઇ એમ.પી.ચૌધરી અને મામલતદાર હાર્દિક મકવાણા સહિતની ટીમ જામવાળી ગામે દોડી પહોચ્યા હતા અને ઘટનાનું નીરીક્ષણ કર્યુ હતુ.રાજાશાહીના સમયમાં શિવલીંગ કે પોઠીયાની નીચે ગુપ્ત ધન હોવાની વાતો ચાલતી હતી અને મુઘલોના સમયમાં શિવમંદિરો તોડીને ગુપ્ત ધનની લૂંટ ચલાવી હોવાની વાતો ઇતિહાસમાં આજે પણ મોજુદ છે. આ મંદિરમાં પણ ગુપ્ત ધન હોવાની આશંકાએ ખોદકામ કરવામાં આવ્યુ હોવાનું માનવામાં આવી રહયુ છે.પરંતુ ખોદકામ કરનાર કોણ છે અને તેમને કોઇ કિંમતી વસ્તુ મળી કે નહી તે અંગે હજુ પણ રહસ્ય અકબંધ રહયુ છે.
કલ્પેશ વાઢર, સુરેન્દ્રનગર.