ધ્રાંગધ્રા તારીખ 23/7/18 કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
હાલ દેશના રીયલ હિરો જો ગણવામાં આવે તો દેશની આર્મીના જવાનો, કેમ કે ટાઢ, તડકો, ધોધમાર વરસાદનો સામનો કરીને પણ દેશની સુરક્ષા કરી રહયા છે ત્યારે આ બાબતે આર્મીનું કેવા પ્રકારનું કામ હોય તે અંગે ધ્રાગધ્રા આર્મી કેમ્પમાં ધ્રાગધ્રા આર્મી દ્વારા કાર્યક્રમ યોજાયેલ હતો
દેશના વિર જવાનોને લાખ લાખ વંદન કરીએ તો પણ ઓછા છે કેમ કે આર્મીના જવાનો, ટાઢ, તડકો, ધોધમાર વરસાદનો સામનો કરીને અને પોતાના પરીવારથી વર્ષો દુર રહિને દેશની અને દેશના લોકોની પોતાના જીવનું બલીદાન કરી સુરક્ષા કરી રહયા છે ત્યારે આવા આર્મી કેમ્પો દેશના અલગ અલગ સ્થળોએ આવેલ છે સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાગધ્રા તાલુકામાં આવેલ મીલેટ્રી સ્ટેશન બહુ મોટું છે દેશની રક્ષા માટે દેશના જવાનો શું કરે છે તે માટે ઘ્રાગધ્રા મીલેટ્રી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં NCC ના ૩૦ વિદ્યાર્થીઓ જેઓ ગુજરાત માંથી પસંદગી પમેલા તેમજ ગુજરાત પસંદા પામેલ લોકો આ કાર્યક્રમમાં આવેલ
અને દેશની સુરક્ષા કરવા માટે કેવા કાર્યો કરે છે, ઉપરાંત દેશમાં કોઇપણ જગ્યાએ ભુંકપ, સુનામી કે પુર જેવી ઘટનાઓ સર્જાય છે ત્યારે પણ દેશની આર્મીના લોકો મદદ માટે ઉભા રહે છે તેમજ આર્મી દ્વારા કેટલી વારમાં કેવી રીતે તોપ દ્વારા દુશ્મનોને જવાબ આપવો તેમજ તેનું મોકટ્રોલ પણ કરેલ આ સાથે આર્મીમાં જે સાધનો વપરાય છે તેનું પ્રદર્શન પણ રાખવામાં આવેલ સાથે બાળકોને ભવિષ્યમાં આર્મી જોઇન્ટ કરવા માટે શું કરવું તેનું પણ માર્ગદર્શન પણ આપવામાં આવેલ જેમા કયા કાર્યો કરવા કે તે માટે આર્મીમાં કઇ લાઇન લઇ શકાય તે માટે અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પણ પુરૂ પાડવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં આર્મીના બ્રિગેડીયર, કર્નલ તેમજ જવાનો હાજર રહયા હતા