💫 _જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બામણબોર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આર.આર.બંસલ તથા સ્ટાફ દ્વારા ચોટીલા તાલુકાના વડાળી ગામની સીમ વિસ્તારમાં રેઇડ કરી, રોકડ રકમ રૂ. 19,140/- મોટર સાયકલ નંગ 3 સહિત કુલ રૂ. 89,140/- ના મુદ્દામાલ સાથે 06 આરોપીઓને પકડી પાડી, નાસી જનાર 05 આરોપી સહિત કુલ 11 આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવેલ છે…._
💫 _લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ *બામણબોર પોલીસ સ્ટેશનના* પોલીસ સબ ઇન્સ. આર.આર.બંસલ, હે.કો. જયેશભાઈ, ગભરૂભાઇ, કનુભાઇ, દિલીપભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા *ચોટીલા તાલુકાના વડાલી ગામે જાહેરમાં જુગાર રમતા આરોપીઓ (1) દેવરાજ પુંજાભાઈ મંડ જાતે આહીર ઉવ. 45 રહે. વડાળી, (2) વશરામભાઇ રાઘવભાઈ નાગડેકિયા જાતે કોળી ઉવ. 40 રહે. પીપળીયા, (3) પાંચાભાઈ મનજીભાઈ ઉગરેજીયા જાતે દે.પુ. ઉવ.32 રહે. પીપળીયા, (4) નીમાભાઈ ઉર્ફે નિર્મળભાઈ મંડ જાતે આહીર ઉવ. 40 રહે. વડાળી, (5) ડાહ્યાભાઈ લવજીભાઈ હદાણી જાતે તા.કોળી ઉવ.37 રહે.ગોલીડા તથા (6) લલિતભાઈ બાબુભાઈ રામાણી જાતે પટેલ ઉવ. 30 રહે. કમળાપુર તાલુકો જસદણ જિલ્લો રાજકોટને રોકડ રકમ રૂ. 19,140/- તથા મોટર સાયકલ નંગ 03 કિંમત રૂ. 70,000/- તથા ગંજીપાના સહિતના કુલ રૂ. 89,140/- ના મુદ્દામાલ સાથે પકડી* પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. જ્યારે આ રેઇડ દરમિયાન *આરોપીઓ (7) રણજીતભાઇ અમકુભાઈ ખાચર જાતે કાઠી રહે. ગોલીડા, (8) રણછોડભાઈ સોમાભાઈ કોળી રહે. ગોલીડા, (9) મહેશભાઈ નાગદાનભાઈ મંડ આહીર રહે. વડાલી, (10) આશિષ મહેશભાઈ કાલાની રહે. વડાલી તથા (11) ભાદાભાઈ રત્નાભાઈ મેટાલીયા રહે. દહિસરાં તા. જસદણ જી. રાજકોટ એમ કુલ પાંચ આરોપીઓ નાસી ગયેલ* હતા. પકડાયેલ તથા નાસી ગયેલા *તમામ 11 આરોપીઓ વિરુદ્ધ બામણબોર પોલીસ સ્ટેશનના પો.કો. દેવેન્દ્રભાઈ પ્રવીણભાઈ રાવલએ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ* કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે….._
💫 _વધુ તપાસ બામણબોર પોલીસ સ્ટેશનના પો. સ. ઈ. આર.આર.બંસલ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે…._