વિશ્વ પ્રસિધ્ધ મેળો એટલે તરણેતરનો મેળો આ મેળો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર મુકામે યોજાય છે અને આ મેળાની મોજ માણવા લોકો ઉત્સાહભેર ઉમટી પડે છે આ મેળાની શુભ શરૂઆત મંત્રી કુંવરજી બાવળિયા ના હસ્તે કરવામાં આવી હતી.
વિશ્વ સુપ્રસિદ્ધ તરણેતરના મેળાની મંત્રી કુંવરજી બાવળિયા ના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો સુરેન્દ્રનગરના થાનગઢ પાસે ત્રીનેશ્વર મહાદેવનુ મંદિર આવેલ છે. આ જગ્યા ઉપર ભાદરવ સુદ ત્રીજ થી લઈને છઠ સુંધી નો મેળો યોજાય છે. આ મેળો વિશ્વ પ્રસિદ્ધ મેળો છે.
1સપ્ટેમ્બર થી 4 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મેળામાં લાખો લોકો આવી મેળાની મોજ લેતા હોય છે તેમજ આ મેળામાં લોક સંસ્કૃતિ ને ઉજાગર કરતા આ મેળાની અંદર વિવિધ સ્પર્ધા યોજય છે. જેવી કે કબડ્ડી, ખોખો, દોડ, દોરદા ખેંચ,કુસ્તી, સાથે રાસ મંડળી વચ્ચે સ્પર્ધાઓ થાય છે. આ મેળો દિવસ અને રાત એમ ચોવીસ કલાક ચાલે છે. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સલામતી માટે ત્રણ SRP ની કંપની તેમજ 10 DYSP 25 PI 85 PSI સાથે કોન્સ્ટેબલ તેમજ હોમગાર્ડ ના જવાનો પણ ફરજ બજાવશે. આ મેળો માણવા માટે મોટી સંખ્યામાં લોકો આવે તેવી અપીલ પણ જિલ્લા કલેકટર દ્વારા પણ કરવામાં આવી છે… આ લોકમેળામાં પ્રથમવાર કેન્દ્ર સરકાર દ્વારા ફીટ ઇન્ડિયા ઢોલ નાખીને લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો .
સુરેન્દ્રનગર વિશ્વ પ્રસિધ્ધ તરણેતરનો મેળો
Advertisement