દેશભરમાં ભાવ વધારાએ માજા મૂકી છે ત્યારે લીંબડી નગરપાલિકામાં પણ મળતા પ્રમાણપત્રો અને વેરામાં નગરપાલિકા પ્રમુખ દ્વારા ભાવ વધારો કરતાં કોંગ્રેસના આગેવાનો દ્વારા ડેપ્યુટી કલેક્ટર અને ચિફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું અને જો આ ભાવ વધારો 10 દિવસમાં રદ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
સુરેન્દ્રનગર જીલ્લાની લીંબડી તાલુકા માં આવેલ નગરપાલિકા ના પ્રમુખ ધીરુભાઇ ખાદલા દ્વારા પોતાની મનત્સ્વી રીતે , કારોબારી ઠરાવ પસાર કર્યો વગર, જનરલ બોર્ડમાં લીધા વગર તેમજ ચુંટાયેલા પાંખના સભ્યો વગર પોતાની મનમાની ચલાવી નગરપાલિકા માં મળતા પ્રમાણપત્રો અને વેરામાં ભાવ વધારો કરેલ છે તેવા આક્ષેપો સાથે લીંબડી કોંગ્રેસના આગેવાનોએ લીંબડી ડેપ્યુટી કલેક્ટર અને લીંબડી નગરપાલિકાના ચીફ ઓફિસરને ભારે રોષ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ જણાવ્યું હતું કે આવનાર 10 દિવસમાં જો આ વધારે ભાવ રદ કરવામાં નહીં આવે તો લીંબડી બંધ, ધરણાં અને ઉગ્ર આંદોલન કરવાનુ અલ્ટીમેટ આપ્યું હતું અને કોંગ્રેસ ના આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે જે પ્રમાણપત્રોનો એક રૂપિયો હતો તેના દશ રૂપિયા જે સુવિધાઓ મફત હતી તેના એક હજારથી વધુ કરી દેવામાં આવ્યા છે તેમજ કોંગ્રેસ ના આગેવાન રધુભાઈ ભરવાડે એવું જણાવ્યું હતું કે જો લીંબડી નગરપાલિકાના પ્રમુખ 10 દિવસમાં વધારેલ ભાવ રદ નહીં કરે તો કોંગ્રેસ દ્વારા પ્રમુખને ચણીયો પહેરાવવામાં આવશે.
ત્યારે બીજી તરફ જ્યારે લીંબડી નગરપાલિકાના પ્રમુખ ધીરુભાઇ ખાદલા સાથે આ બાબતે વાત કરવામાં આવી તો જણાવ્યું હતું કે હાલ એક ઝેરોક્ષ કરાવવા જઈએ તો બે રૂપિયા થાય છે તો જો અમે ભાવ વધારો નહીં કરીએ તો સંસ્થા ખાડે જઈ શકે છે અને સમય સંજોગો વસાહત બોર્ડમાની મીટીંગ યોજાઈ શકી નથી એટલે જે આ બાબતે નિર્ણય લેવામાં આવશે તે હવે યોજાનાર બોર્ડની બેઠકમાં લેવાશે.
લીંબડી કોંગ્રેસે ન.પા ના પ્રમુખે વધારેલ ભાવ બાબતે ડેપ્યુટી કલેક્ટર અને ચિફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું
Advertisement