હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતો તહેવાર એટલે શ્રાવણ માસ અને શ્રાવણ માસ પુર્ણ થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામે વિશ્વકર્મા સત્સંગ કથા યોજાઈ હતી.
લખતર ગામે ઉગમણા દરવાજા પાસે આવેલ લુહાર સુથાર જ્ઞાતિની વાડી ખાતે આજ રોજ શ્રાવણ વદ અમાસના રોજ બપોરે 3થી 5 વિશ્વકર્મા સત્સંગ કથાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્વ. નિમેષભાઈ ગોહિલ ની પ્રથમ વાર્ષિક પૂર્ણતિથી નિમિતે તેના આત્માના કલ્યાણઅર્થ તેમજ તેના જવંત સમયની ઈચ્છા હતી. તે પુરી કરવા માટે આ ધાર્મિક કાર્યક્રમ રાખેલ હતો જેના વક્તા વિશ્વકર્મા પુરાણના પ્રણેતા રતનપરવાળા શ્રી જ્યંતિલાલ શાસ્ત્રીના વ્યાસપીઠે રાખેલ તે નિમિતે મુળી ટીકરના નર્મદેશ્વર આશ્રમના શ્રી શિલાગીરી માતાજી આ પ્રસંગે આશીવચન પાઠવેલ અને આ કાર્યક્રમ મા લુહાર સુથાર જ્ઞાતિ ના બહાર ગામથી બહોળી સંખ્યામાં પધારેલ અને આ સત્સંગ સભાનો શ્રવણનો લાભ લીધેલ હતો.
લખતર ખાતે વિશ્વકર્મા સત્સંગ કથા યોજાઈ
Advertisement