કોંગો ફીવરએ ઈતેડીથી થતો રોગ છે અને આ ખુબજ ભયંકર વાયરશ છે અને જીવલેણ સાબિત થઇ શકે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઝામડી ગામે કોંગો ફીવર ના ત્રણ કેસ નોંધાતાં કોંગોના ચપેટાથી બે મહિલાઓના મોત થયા છે ત્યારે આરોગ્ય તંત્રની દોડધામ મચી જવા પામી હતી.
સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના ઝામડી ગામે કોંગો ફીવર હોવાનું બહાર આવતા ખળભળાટ મચ્યો હતો ત્યારે આ કોંગો ફીવરના ચપેટમાં ત્રણ મહિલાઓ આવી ગઈ હતી જેમાં સારવાર દરમિયાન બે મહિલાઓના મોત થયા હતાં ત્યારે આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચ્યો હતો અને આરોગ્ય કમિશનર,આરોગ્ય અધિકારી, ડીડીઓ, ટીડીઓ, આરોગ્ય બ્લોક ઓફિસર સહિતનો કાફલો ગામની મુલાકાતે પહોંચ્યો હતો અને તાત્કાલિક ઝામડી ગામે આરોગ્ય કેન્દ્ર ખોલી આરોગ્યની ટીમ તહેનાત કરી દેવામાં આવી હતી ત્યારે આજે આસિસ્ટન્ટ આર.ડી.ડી ગાંધીનગરથી શતિષ મકવાણાએ પણ આ ગામની મુલાકાત લીધી હતી અને મૃતકના પરિવારજનોને તેમજ ગામના લોકો સાથે આરોગ્યને લગતી વાતચીત તેમજ આ ભયંકર કોંગો ફીવરને અટકાવવા કેવી કાળજી રાખવી જરૂરી છે તેની પણ જાણ કરી હતી.
હાલ ઝામડી ગામે છેલ્લા ચાર થી પાંચ દિવસથી આરોગ્ય ટીમ દ્વારા ઘરેઘરે ફોગીગ કરવામાં આવી રહ્યું છે પશુ ઉપર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે તેમજ ઘરે ઘરે જઈને લોકોની આરોગ્યને લગતી તપાસ કરવામાં આવી રહી છે.
તેમજ આવેલ આસિસ્ટન્ટ આરડીડીએ ગામની મુલાકાત કરતા ઢોરોની પણ તપાસ કરી હતી અને આરોગ્ય ટીમ સાથે આવનાર સમયમાં આવો ભયંકર કોંગો ફીવર કંઈ રીતે રોકી શકાય તે બાબતનુ સુચન કર્યું હતું.
કોંગો ના કહેરથી મૃત્યુ પામેલાના પરિવારજનોને સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ આરોગ્ય વિભાગની કામગીરીથી ગામ લોકો સંતુષ્ટ છે અને કોંગો વાયરશના ભયંકર ભય થી થોડો છુટકારો મળ્યો હોવાનું જણાવ્યું હતું.
કોંગો ફીવર ના કહેરથી તંત્ર ખડેપગે
Advertisement