ચુડા તાલુકાના ચોકડી ગામે પરિવર્તન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ચોકડી ગામના પરિવર્તન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મહાવીરસિંહ સિંધવ અને એમના ટ્રસ્ટ દ્વારા ચોકડી ગામે તળાવ કાંઠે અને રોડ ની આજુબાજુ કુલ ટોટલ મળીને 500 થી 600 વૃક્ષો વાવીને અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું આ પર્યાવરણના જતનના ભાગરૂપે છલાળા ગામના અમરધામ આશ્રમના મહંત શ્રી જનકસિંહ સાહેબ , લીંબડી એ.પી.એમ.સી.ના ચેરમેન ધીરુભાઈ સિંધવ , ચુડા ભાજપ પ્રમુખ ભીખુભા ઝાલા , જિલ્લા પંચાયત સદસ્ય જસુભા સોલંકી , તાલુકા વિકાસ અધિકારી વિમલભાઈ પટેલ , ચુડા પી.એસ.આઇ ગોહિલ સાહેબ , ચુડા આર.એફ.ઓ મેર સાહેબ , ચોકડી સરપંચ ગંભીરસિંહ બારડ , અને આજુબાજુના ધાર્મિક સ્થળોના સંતો-મહંતો તેમજ ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહ્યા હતા
આ પરિવર્તન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં પર્યાવરણ જાગૃતિ ના ઝુંબેશ રૂપે એક કોલ સેન્ટર ખોલવામાં આવસે જેમા ચુડા તાલુકાના કોઈપણ ગામેથી કરવામાં આવેલી પર્યાવરણ સંબંધી રજૂઆત અત્રેના ટ્રસ્ટના સભ્યો દ્વારા સ્થળ પર જઈને તે રજૂઆતને પરિપૂર્ણ કરવામાં આવશે આવો દ્રઢ સંકલ્પ ટ્રસ્ટના પ્રમુખશ્રી તેમજ અન્ય સભ્યશ્રીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર