સુરેન્દ્રનગર ના રંભાબેન ટાઉનહોલ માં હશનૈન સિપાઈ યુવા ગ્રુપ નો પ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાઈ ગયો, જેમાં લક્ષ્મીપરા વિસ્તાર તથા આજુ બાજુ વિસ્તાર ના સિપાઈ સમાજ માં ૧૭૩ વિદ્યાર્થીઓ અને ૩ સરકારી નોકરી પ્રાપ્ત કરેલ યુવતીઓ નું સન્માન કરવામાં આવ્યુ. આ તકે વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન આપવા સુરેન્દ્રનગર ના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ,ગુજરાત સિપાઈ સમાજ ના પ્રમુખ ડો.અવેશ ચૌહાણ,અલ્પ સંખ્યક નાણાં નિગમ ના ડાયરેકટર યુસુફભાઈ વારૈયા, પીરે તરીકત યુસુફબાપુ, સુરેન્દ્રનગર નગર પાલિકા ના સભ્ય તેમજ શહેર ની બધી જમુસ્લિમ જમાત પ્રમુખો અને પોરબંદર,કુતિયાણા,ધોરાજી,ગોંડલ,રાજકોટ,જસદણ,ચોટીલા,ધ્રાંગધ્રા,ઝૈનાબાદ,પાટડી,વિરમગામ,ભાવનગર ગામ ની સિપાઈ જમાત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કુતિયાણા થી પધારેલ ફકરુદ્દીનભાઈ કુરેશી એ બાળકો ને શિક્ષણ નું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા હશનૈન સિપાઈ યુવા ગ્રુપ ના સાહિલભાઈ સોલંકી,અસલમખાન પઠાણ,મોહસીનખાન,ફિરોજભાઈ,મહેબૂબખાન સહિત ના સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર