સુરેન્દ્રનગર જિલ્લા ના લખતર તાલુકા ના ઢાંકી ગામે આવેલ એશિયા ના સૌથી મોટા પમ્પીગ સ્ટેશન પસી 1 ખાતે લખતર તાલુકા કક્ષા નો સરદાર સરોવર ડેમ ની સપાટી 138મીટર પહોંચી હોવાથી નર્મદા ના નીર ના વધામના તથા વંદન કરવાનો કાર્યક્રમ નું આયોજન કરાયુ હતું
જેમાં ઢાંકી ગામની સ્કૂલ ની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરાયું હતું અને લીલાપુર ગામ ની સ્કૂલ ની બાળા દ્વારા દેશભક્તિ ગીત રજુ કરવા માં આવ્યું હતું આ નર્મદા ના નીર ને વધાવા માટે લખતર તાલુકા ના પૂર્વ ધારાસભ્ય અને સંસદિય સચિવ પૂનમભાઈ મકવાણા અને લખતર મામલતદાર ર્ડો. વી.બી. પટેલ. પ્રભુભાઈ મકવાણા. નર્મદા નિગમ ના પટેલ સાહેબ. તથા લખતર તાલુકા ના મહામંત્રી જગદીશભાઈ મજેઠીયા અને ઢાંકી. લીલાપૂર. ઓડક. સાકર. કરમ. છારદ. ગામો ના સરપંચો હાજર રહ્યા હતા જયારે પૂનમભાઈ મકવાણા દ્વારા તેમના પ્રવચન માં જણાવ્યું હતું કે આ નર્મદા નો લાભ વધુ માં વધુ સુરેન્દ્રનગર જિલ્લા ને અને વધુ લાભ લખતર અને પાટડી ને થાશે એ આપણા ભાગ્ય ની વાત છે અને તે જગ્યા એ વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખ્યો હતો જયારે આ કાર્યક્રમ ને સફળ બનાવા માટે લખતર તાલુકા ના વહીવટી તંત્ર દ્વારા જહેમત ઉઠાવી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર