ગણપતિ બાપ્પા મોરિયાના નારા અને અગલે બરસ જલ્દી આનાના નાદ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે વિઘ્નહરતા ગણેશજીને પાંચમા દિવસે વિદાય અપાઇ.
સુરેન્દ્રનગર જીલ્લાના લખતર ખાતે વિવિધ જગ્યાએ ગણપતિ બાપા ની મૂર્તિ સ્થાપના કરવામાં આવી હતી જે પાંચ દિવસ પછી પૂજા અર્ચના બાદ વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં ગજાનંદ ચોક. લખતરિયા શેરી. કૃષ્ણનગર. તેમજ અમુક લોકો દ્વારા ઘેર પણ મૂર્તિ બેસાડવામાં આવ્યા હતા. જે આજ રોજ લખતરના મુખ્ય માર્ગો ઉપર શોભાયાત્રા નીકળી હતી અને લખતર મોતીસર તળાવમાં ગણપતિનું વિસર્જન કરવા માં આવ્યું હતું ત્યારે આ તળાવનો પટ વિર્સજન સમયે ગણપતિ બાપ્પા મોરિયા અને અગલે બરસ તુ જલ્દી આના ના નાદથી ગૂંજી ઉઠ્યો હતો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement