ભારતીય સંસ્કૃતિ અને તેમાં પણ ગુજરાત ની ઝાલાવાડ સંસ્કૃતિની વાતજ કઈક અલગ છે કેમકે નાનામાનાનો તહેવાર લોકો માટે ઉત્સાહનો દિવસ બની જાય છે ત્યારે લખતર ખાતે આજે જળજિલણી અગિયારસ નિમિતે ત્રણ મંદિર ના ઠાકોરજી જલ જીલવા નીકળ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે ભાદરવા સુદ અગિયારસના દિવસે ઠાકોરજી જળ જીલવા માટે નીકળા હતા ઠાકોરજી ને લખતર મોતીસર તળાવ ખાતે સ્નાન કરાવવી ને શીતળામાંના ઓટલે આરતી પૂજન અર્ચન કરીને લખતરના મુખ્ય માર્ગો ઉપર ફરીને લોકોને દર્શન આપ્યા હતા જયારે ઠાકોરજી ને ઘેર ઘેર પધરામણી કરી હતી. જેમાં લખતરના રામ મહેલ મંદિર, પ્રજાપતિ જ્ઞાતિના રામજી મંદિર, તથા રજપૂત જ્ઞાતિના મંદિર ના ઠાકોરજી પાલખીઓ આ યાત્રા માં જોડાઈ હતી ત્યારે તે સમયથી લખતર વાસીઓ લખતર ખાતે આજે જળજિલણી અગિયારસ નિમિતે ત્રણ મંદિરના ઠાકોરજી જલ જીલવા નીકળે છે અને આજના દિવસને નાના બાળકો થી લઈને વૃદ્ધ વયના લોકો ઉત્સાહભેર વાજતેગાજતે આજના દિવસની ઉજવણી કરે છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લખતર ખાતે આજે જળજિલણી અગિયારસ નિમિતે ત્રણ મંદિર ના ઠાકોરજી જલ જીલવા નીકળ્યા
Advertisement