સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમા સંઘર્ષ સમિતિએ સરકાર ના આપેલા ટ્રાફિક તોતિંગદંડ ના વિરોધમાં લખતર જડબેસલાક બંધ રહ્યું હતું.
હાલ મોંઘવારીએ માઝા મૂકી છે અને અલગ અલગ પ્રકારના ટેક્સના વધારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે ત્યારે હાલમાં સરકાર દ્વારા ટ્રાફિક દંડમાં તોતિંગ વધારો કર્યો છે તેની સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે આથી લખતર સંઘર્ષ સમિતિ દ્વારા ટ્રાફિકના નિયમ સામે નહિ પણ તોતિંગ દંડના વધારા સામે અને લખતર માં લાયસન્સ અને પી.યુ.સી ના નીકળતું હોય તેના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું તેમાં લખતરના વેપારીઓ દ્વારા સ્વંયભુ બંધ પાળી વિરોધ નોંધાવેલ હતો શું આ વિરોધ પ્રદર્શનથી તોતિંગ દંડમાં દિવાલ પડશે ખરી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement