લીંબડીમાં વિદ્યાર્થીઓ અને વાલીનુ સંમેલન યોજાયું
વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતાઓ ઉપર વાલીઓ અને શિક્ષકો વચ્ચે ચર્ચા કરવામાં આવી
લીંબડી ખાતે સર જે હાઈસ્કૂલના પ્રાર્થના હોલમાં જી એસ કુમાર વિદ્યાલય દ્વારા વિદ્યાર્થી વાલી મીટીંગ યોજાઈ હતી જેમાં ગોણ સેવા પસંદગી મંડળના પુર્વ ચેરમેન અને લીંબડી કેળવણી મંડળના સેક્રેટરી પ્રકાશભાઈ સોની, રામકૃષ્ણ મિશના પ્રફુલ્લ મહારાજ અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા
ત્યારે હાલ વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને પ્રકાશભાઈ સોની દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને સાથે વિદ્યાર્થી ભવિષ્યમાં કઈ રીતે આગળ વધે અને ભવિષ્યમાં સ્વનિર્ભર બને તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરિક્ષા માટે કેવી તૈયારીઓ કરવી પડે અને શું શું વાંચવું જોઇએ જેથી પરિક્ષાર્થી સારા મેરીટ થી પાસ થાય તેનું પણ સુચન કર્યું હતું તેમજ પ્રફુલ્લ મહારાજ દ્વારા બાળકમાં સંસ્કારોનું સિંચન કરી રીતે કરી શકાય તે વાલીઓને જણાવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ થઈને આશરે 850 થી પણ વધારે હાજર રહ્યા હતા
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર