સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા તાલુકામાં ચુડા મામલતદાર અને ચુડા પીએસઆઈ સહિત પોલીસ કાફલો ચુડાના અલગ-અલગ સ્થળોએ માસ્ક પહેરીયા વગરનાં લોકોને 200 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. બાઈક સવાર, બજારમાં ફેરી મારતા અને દુકાનદારો સહિત માસ્ક વગરનાને દંડ ફટકાર્યો અને હવે પછી માસ્ક પહેરીયા વગર નહીં નિકળવા કડક સુચના આપવામાં આવી હતી. ત્યારે ચુડા મામલતદાર અને પીએસઆઈ સહિત પુરા ચૂડાનું ચક્કર લગાવી માસ્ક વગરનાં લોકોને દંડીત કરી 200 રૂપિયા દંડ વસુલાતની પહોંચ આપી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement