આજે સવારથી લખતરનાં અણિયારી ગામનાં સરકારી ઘઉં વેચવા જતા વિરમગામ પકડાયાનાં સમાચાર સોશ્યલ મીડિયા અને ન્યુઝ ચેનલમાં આવ્યા હતા આથી લખતર મામલતદાર શ્રી ડો.વિશાલભાઈ બી પટેલ પુરવઠા નાયબ મામલતદાર શ્રી વનરાજસિંહ સોલંકી અને સ્ટાફ દ્વારા બનાવનાં મૂળ સુધી પહોંચવા માટે અણિયારી ગામે આવેલ સાકરીયા મનુભાઈ કલુભાઈની દુકાને જઈ સ્થળ તપાસ કરી હતી. પરંતુ દુકાનમાં તેમને ઉપાડેલ જથ્થો અને દુકાનનાં જથ્થામાં કોઈ ફેરફાર ન હતો અને પચનામું કરી અને યોગ્ય કાર્યવાહી કરી હતી. જ્યારે દુકાનનાં સંચાલક સાકરીયા મનુભાઈ કલુભાઈનાં કહેવા પ્રમાણે તેમના જ ગામના મુકેશભાઈ ડાભી દ્વારા આ બનાવ ઉપજાવી કાઢી તેમને બદનામ કરવાનું કાવતરું કરેલ છે. લખતર મામલતદાર શ્રી ડો.વિશાલભાઈ બી પટેલ દ્વારા જણાવાયું છે કે અમોએ અણિયારી દીનદયાળ ગ્રાહક ભંડારનાં સંચાલક સાકરીયા મનુભાઈ કલુભાઈને ત્યાં તપાસ કરતા ત્યાં કઈ ખોટું થયાનું જણાયુ નથી અને જથ્થો બરાબર મળી આવેલ છે જેથી કરી આખી ઘટના ઉપજાવી કાઢેલ છે અને તંત્ર અને દુકાનદારને બદનામ કરવાની સાજીશ કરેલ છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર : લખતર સોશિયલ મીડિયા અને ન્યુઝમાં રેશનિંગનાં ઘઉં પકડાયાનાં સમાચાર વહેતા થતા લખતરનું સરકારી તંત્ર હરકતમાં આવ્યું.
Advertisement