રાજ્યભરમાં કોરોના વાયરસએ હાહાકાર મચાવી દીધો છે જેને લઇને રાજ્યમાં અનેકો જિલ્લાઓને રેડ ઝોનમાં કરવામાં આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ૬ કેસ નોંધાયા હતા. જિલ્લામાં ધાંગધ્રા તાલુકાનાં ઇસદ્રા, કોંઢ જે ગડવા ગામમાં પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા, જ્યારે પાટડી તાલુકાનાં અખિયાણા ગામ ચુડા તાલુકાનાં બળાલા ગામમાંથી બે કેસો મળી કુલ છ જેટલા કેસો પોઝિટિવ મળી આવતા જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું હતું. આરોગ્યની ટીમ દોડી આવી તમામ ગામમાં આરોગ્યની તપાસ હાથ ધરી હતી એટલું જ નહીં પણ આજુબાજુનાં વિસ્તારોમાં પણ આરોગ્યની તપાસ હાથ ધરવામાં આવી હતી. તમામ વિસ્તારોને સીલ કરીને લોકોના સંપર્કમાં આવેલા લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી હતી. સાથે સાથે જો કોઇ કોરોનાનો દર્દી હોય તો તાત્કાલિક જાણ કરવા જિલ્લા વહીવટી તંત્રે ગામનાં લોકોને સૂચનાઓ આપી હતી.
Advertisement