કોરોનાનાં કહેર સામે દેશ અને રાજ્યમાં ધંધા ઉદ્યોગ છેલ્લા બે મહિનાથી બંધ હતા ત્યારે સરકાર દ્વારા ધીમે ધીમે છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે હોટલ અને રેસ્ટોરન્ટનાં ધંધા લોકડાઉનનાં શરૂઆતથી જ બંધ હતા.તેમાં પણ લોકડાઉન ચારમાં સરકાર દ્વારા હોટેલ અને રેસ્ટોરન્ટનાં તેમજ ખાણીપીણીનાં ધંધાવાળાને પાર્સલ સુવિધા આપવામાં આવતા તે લોકો હાલ વેપાર કરી રહ્યા છે અને આવક મેળવી રહ્યા છે સાથે તેમને ત્યાં કામ કરતા કારીગરો પણ કામ ઉપર આવી રહ્યા છે અને આવક મેળવી રહ્યા છે.સરકાર દ્વારા જે નિયમનું પાલન કરવાનું કહ્યું છે તે બધા નિયમ જેવા કે સોસીયલ ડિસ્ટન્સ રાખવું તેમજ માસ્ક પહેરીને કામ કરવું તે બધું પાલન પણ કરી રહ્યા છે. સરકાર દ્વારા જે છૂટ આપવામાં આવી તેના કારણે વેપારીઓ આવક મેળવી રહ્યા છે સાથે લોકોને પણ પાર્સલ સુવિધાઓ મળતા લોકોને પણ ફાયદો થાય છે. પાઉંભાજી, પુલાવ તેમજ ફરસાણનાં વેપારીઓ હાલ પાર્સલ આપીને આવક મેળવી રહ્યાં છે અને સવારે ઓર્ડર બુક કરીને સાંજે સાત વાગ્યા પહેલા જ તેમને પાર્સલ આપવામાં આવે છે અને સરકારનાં નિયમનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે.
કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર