કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
તારીખ 20/6/2018
9033958500
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાની ગિજુભાઈ શુક્લ કુમાર વિધ્યાલયમા ઈન્ચાર્જ આચાર્ય શ્રી પંકજભાઈ ચાવડાએ ઈન્ટરનેશનલ લેવલે GAVA ગ્લોબલ એશોશિયન ઓફ વોટર કલર એવોર્ડ પ્રાપ્ત કરીને દેશનું ગૌરવ વધાર્યું છે આ એક ઓનલાઇન સ્પધૉ હોય છે જેમાં અલગ અલગ 41 દેશના 226 આર્ટિસ્ટોએ ભાગ લીધેલ અને આ સ્પર્ધામાં તમામ ચિત્રકારો દ્વારા 523 ઈમેજ ( વોટર કલર ડ્રોઇંગ) રજુ કરવામાં આવેલ ત્યારે ભારત દેશમાંથી આ સ્પર્ધામાં 5 આર્ટિસ્ટોએ ભાગ લીધો હતો જેમાં ગુજરાતના 2 આર્ટિસ્ટ હતાં જેમાં ભાવનગરના અને હાલ સુરેન્દ્રનગર જીલ્લાની લીંબડીમાં આવેલ શ્રી ગિજુભાઈ શુક્લ કુમાર વિધ્યાલયમા ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા પંકજભાઈ ચાવડાને તેમનું બનાવેલ ચિત્ર ગોલ્ડન લાઈટ 4 જે આ સ્પર્ધામાં પસંદગી પામેલ અને ઈન્ટરનેશનલ લેવલેથી પંકજભાઈ ચાવડાને ઈન્ટરનેશનલ ચિત્રકારત્વ ક્ષેત્રેથી GAWA ગ્લોબલ એશોશિયન ઓફ વોટર કલર ઈન્ટરનેશનલ સર્ટિફિકેટ એવોર્ડ પ્રાપ્ત થયેલ ત્યારે વિશ્વના 41 દેશના 226 આર્ટિસ્ટો સાથે હરિફ થઈ ભારત દેશ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે