સુરેન્દ્રનગર જીલ્લાનાં દસાડા તાલુકાનાં પાટડી-ખારાઘોઢા વિસ્તારમાં લોકડાઉનનાં કારણે પરપ્રાંતીય મજૂરો ફસાયેલા હતા જેમની પાસે કોઈ કામધંધો પણ ન હોવાથી તેમની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હતી. જેમાં બિહારનાં પરપ્રાંતીય કોન્ટ્રાક્ટર રામેશ્વર માંઝીએ મજુરોની હાલત વિશે ચક્રવાત દૈનિકનાં પત્રકાર મીનહાજ મલીકને જાણ કરતા ચક્રવાતનાં પત્રકાર દ્વારા સ્થાનિક મામલતદાર અને પ્રાંત અધિકારીને રજુઆત કરતા આજે દસાડા મામલતદાર અને પ્રાંત અધિકારી સાહેબ દ્વારા ધ્રાંગધ્રા એસ.ટી.ડેપોમાંથી ત્રણ બસો ફાળવી વગર ભાડે મફતમાં માલવણ હાઇવે (દસાડા)થી પરપ્રાંતીય મજૂરોને ફુડ પેકેટ આપી તેમના વતન પહોંચાડવા માટે વિરમગામ રેલવે સ્ટેશન પહોંચાડેલ ત્યારે દશાડા મામલતદાર એ. કે. પટેલ ખુદ વિરમગામ રેલવે સ્ટેશન પર જઈને આજે સાંજે પાંચ વાગ્યે પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન બિહાર પહોંચાડવા માટે શરૂ કરેલ ટ્રેનમાં આ તમામ મજુરોને બેસાડી તેમના વતન જવા માટે રવાના કરલે. વતન જતા આ તમામ મજુરોએ હરખનાં આંસુ સાથે સ્થાનિક તંત્ર અને ચક્રવાત ન્યુઝ અને ટીમ આભાર માન્યો હતો.
સુરેન્દ્રનગર જીલ્લાનાં દસાડા તાલુકાનાં પાટડી-ખારાઘોઢા વિસ્તારમાં ફસાયેલા પરપ્રાંતીય મજૂરોને તેમના વતન પહોંચાડવામાં આવ્યા.
Advertisement