સુરેન્દ્રનગર નગરપાલિકા જાગૃત ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા બે દિવસ પહેલા નગરપાલિકા ગેરેજમાં ચેંકીગમાં આવેલા તેમાં એક જુની એબ્યુલન્સ પડી હતી તેમને વિચાર આવ્યો કે સુરેન્દ્રનગર શહેરમાં ઘણીવાર મૃતદેહ લાવવા લઈ જવા માટે ઘણી વખત તકલીફ પડે છે તેના અનુસંધાને ચીફ ઓફિસર સંજયભાઇ પંડયાએ ગેરેજ સુપ્રિન્ટેન્ડન્ટ આર.કે. ઝાલાને કહ્યુ કે આ જુની એબ્યુલન્સ જે ચાલુ હાલત છે તેને શબવાહીનીમાં બે દીવસમાં ફેરવી શકો છો. તેના અનુસંધાને આર કે ઝાલા
એ બે દિવસની અંદર જુની એબ્યુલન્સને શબવાહીનીમાં તૈયાર કરાવી આપી. આમ છેલ્લા ઘણા સમયથી ઘ્યાન આવેલ કે સુરેન્દ્રનગર શહેરમાં મૃતદેહ લાવવા લઈ જવા માટે શબવાહીની સરળતાથી પ્રાપ્ત થતી ન હતી અને સુરેન્દ્રનગર શહેરમાં શબવાહીનીની અછત પડી રહી હતી તે હવે સરળતા મળી રહેશે. આમ સુરેન્દ્રનગર નગરપાલિકા ચીફ ઓફિસર સંજય પંડ્યા એ જણાવ્યું હતું.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા જુની એમ્બ્યુલન્સનો હવે શબવાહીની તરીકે ઉપયોગ કરાશે.
Advertisement