Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ઘરે ઘરે જઈને આર્યુર્વેદિક ઉકાળા પીવડાવવાનું આયોજન કરાયું.

Share

હાલમાં સમગ્ર દુનિયામાં કોરોના વાઇરસનાં મહારોગનાં ભરડામાં આવી ગયેલા છે અને આપણા ભારત દેશમાં પણ આ મહારોગ એ માઝા મૂકી છે ત્યારે આજે સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર શ્રી કે.રાજેશના આદેશથી સુરેન્દ્રનગરમાં આ મહારોગથી બચવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સુરેન્દ્રનગરના દાળમીલ રોડ પર આવેલા બાલાશ્રમ તેમજ અનેક વિસ્તારના નાગરીકોને સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા ઘેર ઘેર જાઇને આર્યુવેદીક ઉકાળો તેમજ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા તેમજ મેડીકલ ટીમ ને સાથે રાખીને પ્રાંત અધિકારી અનીલ ગોસ્વામી, ચીફ ઓફિસર સંજયભાઇ પંડયાએ લોકોને ઉકાળો પીવડાવ્યો. તેમજ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા માટે અપીલ કરી તેમજ ટેમ્પરચર સ્ક્રીનીંગ કર્યુ એ પછી પ્રાંત અધિકારી અનીલ ગોસ્વામી ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા બાલાશ્રમ વિસ્તારમાં આવેલ લોકોને તેમજ નાના બાળકોને પણ ઉકાળો પીવડાવામાં આવ્યો હતો અને હવે આવતી કાલથી એટલે 5 દિવસ માટે આ ઉકાળા પીવડાવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આમ 11 વોર્ડમાં દરેક વોર્ડનાં સદસ્યો તેમજ અધિકારી અને કર્મચારીઓ આ કામગીરીમાં જોડાશે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નડિયાદ જિલ્લા ન્યાયાલય ખાતે “લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ ઓફીસ” નો શુભારંભ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં વિવિધ રમતની સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

ગોધરા : શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પોલિટેકનિક કોલેજ હોલ ખાતે પંચ પ્રકલ્પ યોજના પર એક દિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!