લખતર તાલુકાનાં ઢાંકી ગામેજ એશિયાનું સૌથી મોટું પમ્પીંગ આવેલું છે અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પમ્પીંગનાં સ્ટેશનના ઉદ્ધાટન પ્રસંગે બોલેલ કે લખતર સૌરાષ્ટ્રનું પાણીયારું છે અને લખતરની મહિલાઓને હવે માથે બેડા ઉપાડી પાણી ભરવા નહિ જવું પડે ત્યારે લખતરમાં આવેલ ભૈરવપરા જુગતરામ દવે સોસાયટી ઇન્દિરા આવસ વણકરવાસ કોળીવાસની મહિલાઓને લોકડાઉનમાં પણ માથે બેડા ઉપાડી સ્ટેટ હાઇવે ઉપર થઈ અને હાઇવે ક્રોસ કરી તળાવની પાળનો ઢાળ ચડી અને ઊંડા કુવામાંથી પાણી ખેંચીને ભરવું પડે છે.જ્યારે લખતર પાણી પૂરવઠા દ્વારા અપાતું પાણી પીવા લાયક ન હોય લોકોને અડધા કિલોમીટર થઈ દોઢ કિલોમીટર સુધી માથે ભાર ઉપાડી હાઇવે ક્રોસ કરી પાણી ભરવા જવું પડે છે. તો પછી લખતર તાલુકામાં આવેલ એશિયાનાં સૌથી મોટા પમ્પિંગ સ્ટેશનનો લખતરનાં લોકોને શું ફાયદો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement