સુરેન્દ્રનગર લખતર સામુહિક અને લખતર તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા લખતર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ 19 અંતર્ગત 15 બેડ સાથેનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવાયો છે અને લખતર તાલુકામાં જો કોરોના પોઝીટિવનો કેસ નીકળે તો તેને સંપૂર્ણ સારવાર કરવાની તૈયારી કરી દીધેલ છે ત્યારે આજરોજ લખતર તાલુકામાં હોટસ્પોટ એરિયામાંથી આવેલ 15 જેટલા દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સહિતની વિગતો એકત્ર કરી તેમના સેમ્પલ લઈ રાજકોટ ખાતે તપાસ માટે મોકલી દીધેલ છે તેમાં લખતરમાંથી ત્રણ, કારેલામાંથી ત્રણ, તનમણિયામાંથી એક, મોઢવાણામાંથી એક, ગાગડમાંથી એક, નાના અકેવાડિયામાંથી એક, વિઠ્ઠલગઢમાંથી એક, વિઠ્ઠલાપુરામાંથી એક, લીલાપુરમાંથી એક, ઓળકમાંથી એક અને વણામાંથી એક એમ કુલ 15 સેમ્પલ કલેક્ટ કરી રાજકોટ તપાસ અર્થે મોકલેલ છે જ્યારે હજી કોઈ વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી અને હોટસ્પોટ એરિયામાંથી આવેલ વ્યક્તિની તપાસ કરી તેમના સેમ્પલ લઈ રાજકોટ મુકામે તપાસ માટે મોકલી આપવામાં આવશે અને જો કોઈ પોઝિટિવ કેસ આવશે તો તેને લખતર કોવિડ 19 સેન્ટરમાં સંપૂર્ણ સારવાર આપવામાં આવશે તેવું લખતર સામુહિક આરોગ્ય કેન્દ્રનાં અધિકક્ષક નયન છાપરા અને લખતર તાલુકા હેલ્થ ઓફિસર જયેશ રાઠોડ દ્વારા સંયુક્ત યાદીમાં જણાવાયું છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર