સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકામાં જુના પોલીસ સ્ટેશન સામે આવેલ સરકારી શાળા નંબર 6 છેલ્લા આશરે 2 વર્ષથી આ શાળા પાડી જમીનદોષ કરી દેવામાં આવી હતી.
ત્યારે આ શાળા બનશે કે નહીં તેની ચર્ચા લોકોમાં છવાઈ જવા પામી હતી. ત્યારે આ શાળા બનાવવા માટે શાળાના પાયાનું ખાતમૂહુર્ત કરાયું પણ પ્રશ્ન એ થાય છે કે ખાતમૂહુર્ત તો તાત્કાલિકથી થઈ જાય છે પણ શું શાળા તાત્કાલિક બનશે ખરી? હવે આ પ્રશ્ન ઉદભવે છે કેમ કે આ શાળામાં ભણતા નાના નાના ભુલકાઓ છેલ્લા બે વર્ષથી આશરે એક કિલોમીટર દૂર ભયાનક રસ્તો ઓળંગીને પોતાનું ભવિષ્ય ઉજળું બને તે હેતુથી ભલગામડા ગેઈટ પાસે આવેલ શાળામાં ભણવા જાય છે ત્યારે આવા ગરીબ બાળકોના વાલીઓને બાળકની ચિંતા જયાં સુધી ઘરે ના આવે ત્યાં સુધી સતાવે છે કેમ કે આ રસ્તા ઉપર રખડતા ઢોર, તેમજ બેફામ વાહન ચલાવતા વાહન ચાલકોનો ડર રહે છે તો જેમ ખાતમૂહુર્ત કરાયું તેમ તાત્કાલિક શાળાનું કામ પણ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી અરજ લોકમાં જન્મી છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર