સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસ ચેકિંગ કામગીરી પૂર્ણ કરી અને મોડી સાંજે સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી તે દરમિયાન કેરાળા ગામના પાટીયા નજીક અચાનક ટ્રાફિક પોલીસની સરકારી બોલેરો કારનું સ્ટેરીંગ લોક થઈ ગયું હતું સ્ટેરિંગ લોક થઈ ગયા બાદ ડ્રાઇવર દ્વારા કાબુ ગુમાવતાં કાર નજીકમાં આવેલાં ૨૦ ફૂટનાં ખાડામાં ખાબકી હતી.
જોકે ગાડીમાં સવાર ૬ જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે તમામને સારવાર માટે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે તમામ ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો છે જોકે સદ નસીબે આ ઘટનામાં ટ્રાફિક પી.એસ.આઇ ગાડીમાં સવારના હતા માત્ર પોલીસ કર્મચારીઓ જ અને ટીઆરપી જવાન જ આ પોલીસ ટ્રાફિકની ગાડીમાં સવાર હતા. તાત્કાલિક પણે ટ્રાફિક પોલીસની અન્ય ગાડી તથા વઢવાણ પોલીસ લીંબડી પોલીસ ઘટના સ્થળે દોડી જઈ અને આ અંગે હાઇવે ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર