સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા શહેરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા સર્વધર્મની આત્મા એક જ પરમ પિતા પરમાત્માની સંતાન હોવાના કારણે એક જ છે અને બધા જ ધર્મ એકતાનું પ્રતીક પૂરું પાડવા માટે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઓમ શાંતિનો મુખ્ય ઉપદેશ એ જ છે, જ્યારે આત્મા પોતાના સત્ય સ્વધર્મ શાંત સ્વરૂપમાં સ્થિત થઈને શાંતિના સાગર પરમાત્મા શિવ સાથે સંબંધ જોડે છે,ત્યારે જ મનની શાંતિ અને શક્તિ અનુભવે છે. જેથી દરેક ધર્મ એક થઈ વિશ્વ એક પરિવાર બની શકશે, ત્યારે જ વિશ્વમાં શાંતિ આવી શકશે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement