આપણી ભારતીય સંસ્કૃતિમાં દેવી દેવતાઓની ઉપાસના માટે ચોક્કસ દિવસો નક્કી કરવામાં આવેલ છે. કારતક મહિનાના દર શનિવારે શ્રી હનુમાનજી મહારાજના મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે.
ત્યારે આજે કારતક મહિનાના બીજા શનિવારે શ્રી સરોવરિયા હનુમાનજી મહારાજને વિવિધ ફૂલો, ફળો અને આંકડાની માળા ચડાવવામાં આવી હતી તેમજ ભાવિ ભક્તોએ આજના પાવન દિવસે લાડવા, પેંડા, કેળા ધરાવવામાં આવ્યા હતા તેમજ તેલ, સિંદૂર ચડાવી અને હનુમાન ચાલીસાના પાઠ બોલીને ભાવિ ભક્તોએ વિશેષ પૂજા અર્ચના કરી હતી. આજના દિવસે સુંદરકાંડ કરવાથી શ્રી હનુમાનજી મહારાજની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. અહી હનુમાજી દાદા અને અખંડ દિવાના દર્શન કરી દરેક ભક્તો ધન્યતા અનુભવી હતી. આ મંદિરના પૂજારી હરનારાયાણ દાદાએ સરોવરીયા હનુમાનજી મહારાજના મંદિર વિશેનો ઇતિહાસ જણાવ્યો હતો અને તેમજ આજના દિવસે ભાવિભક્તોના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર